Israel Hamas War Updates: હમાસે ફરી એકવાર ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. હમાસની સશસ્ત્ર શાખા અલ- કસ્સામ બ્રિગેડે કહ્યું કે તેણે રવિવારે તેલ અવીવ પર એક મોટો મિસાઇલ હુમલો કર્યો. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ શહેરમાં સાયરન વગાડીને સંભવિત રોકેટ હુમલાની ચેતવણી આપી હતી. જેથી લોકોને હુમલાથી બચવા માટે એલર્ટ કરી શકાય.


ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર, રવિવારે હમાસની સશસ્ત્ર શાખા અલ- કસ્સામ બ્રિગેડે તેની ટેલિગ્રામ ચેનલ પર દાવો કર્યો હતો કે નાગરિકો વિરુદ્ધ જાયોની નરસંહારના જવાબમાં રોકેટ છોડવામાં આવ્યા હતા. જ્યારે હમાસ અલ-અક્સા ટીવીએ જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા. છેલ્લા 4 મહિનાથી તેલ અવીવમાં રોકેટ સાયરન સંભળાતા ન હતા. જો કે, ઇઝરાયેલી સેનાએ તરત જ સાયરન વાગવાનું કારણ સ્પષ્ટ કર્યું નથી.


જાનહાનિનો કોઈ અહેવાલ પ્રાપ્ત થયો નથી - ઇમરજન્સી હેલ્થ ટીમ


ઇઝરાયેલની ઇમરજન્સી હેલ્થ ટીમે કહ્યું કે તેમને કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ મિસાઇલ હુમલો દર્શાવે છે કે ઇસ્લામિક જૂથ 7 મહિનાથી વધુ સમયથી હવાઈ અને જમીન સ્તર પર ઇઝરાયલી સૈન્ય હુમલાઓ છતાં લાંબા અંતરના રોકેટ ફાયર કરવામાં સક્ષમ છે.


જો બાઈડેનના કારણે ઇજિપ્તે રસ્તો ખોલ્યો


જો કે, આ પહેલા રવિવારે ટ્રકોએ ઈજિપ્ત સાથે રાફા ક્રોસિંગને બાયપાસ કરવા માટે એક નવા કરાર મૂજબ દક્ષિણી ઈઝરાયલથી ગાઝામાં એન્ટ્રી કરી હતી, કારણ કે મહિનાની શરૂઆતમાં ઇઝરાયલી સુરક્ષા દળોએ ફિલિસ્તીની પક્ષ પર  કબજો મેળવ્યા હતો. પરંતુ તે સ્પષ્ટ ન હતું કે આ વિસ્તારમાં ચાલી રહેલી લડાઈને કારણે માનવતાવાદી જૂથો સહાય સુધી પહોંચવામાં સક્ષમ હશે કે કેમ. જ્યારે ઇજિપ્તે જ્યાં સુધી ગાઝા બાજુનું નિયંત્રણ પેલેસ્ટિનિયનોને પાછું સોંપવામાં ન આવે ત્યાં સુધી રાફા ક્રોસિંગના તેના ભાગને ફરીથી ખોલવાનો ઇનકાર કર્યો છે.


આ મુદ્દા પર યુએસ પ્રમુખ જો બાઈડેન અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ-ફતહ અલ-સીસી વચ્ચે થયેલી વાતચીત બાદ ગાઝાના મુખ્ય કાર્ગો ટર્મિનલ અને ઇઝરાયેલના કેરેમ શાલોમ ક્રોસિંગ વચ્ચેના ટ્રાફિકને અસ્થાયી રૂપે ડાયવર્ટ કરવા સંમત થયા હતા.


ગાઝા જવાબી કાર્યવાહીમાં મૃત્યુઆંક 35,000 ને વટાવી ગયો છે


હમાસે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હુમલો કરીને યુદ્ધની શરૂઆત કરી હતી, જેમાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ લગભગ 1,200 લોકોની હત્યા કરી હતી. જેમાંથી મોટાભાગના નાગરિકો હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. 


હમાસ હજુ પણ લગભગ 250 લોકોને બંધક બનાવે છે, જેમાંથી 121 ગાઝામાં રહે છે, જેમાંથી 37 માર્યા લશ્કરના જણાવ્યા અનુસાર ગયા છે, જ્યારે બાકીનાને ગયા વર્ષે યુદ્ધવિરામ દરમિયાન મુક્ત કરવામાં આવ્યા હતા.   ઇઝરાયેલના જવાબી હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 35,984 લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના નાગરિકો છે.