Hamas Chief Ismail Haniyeh: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે, આ દરમિયાન હમાસના ચીફ ઇસ્માઇલ હનીહની હત્યા કરવામાં આવી છે. ઈરાનના અર્ધલશ્કરી દળ રિવૉલ્યૂશનરી ગાર્ડે બુધવારે સવારે કહ્યું કે હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની તેહરાનમાં હત્યા કરવામાં આવી છે. હમાસે આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. આવી સ્થિતિમાં એ સમજવું જરૂરી બની ગયું છે કે ઈસ્માઈલ હાનિયા કોણ છે અને તેણે પેલેસ્ટાઈનની ધરતી પર શું કર્યું?
બીબીસી ઉર્દુ અનુસાર, ઈસ્માઈલ હાનિયા પેલેસ્ટિનિયન રાજનેતા હતા. તેઓ હમાસની રાજકીય પાંખના ચીફ અને પેલેસ્ટાઈન સરકારના વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. હાનિયાને 1989માં ઈઝરાયેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવી હતી. બાદમાં લેબનૉન અને ઇઝરાયેલ વચ્ચેની સરહદ પર હમાસના કેટલાક નેતાઓ સાથે ઇઝરાયેલ દ્વારા હાનિયાને મુક્ત કરવામાં આવી હતી. હવે તે ફરીથી ઇઝરાયલનો દુશ્મન બની ગયો હતો. હાલમાં ઈસ્માઈલ હાનિયા કતારમાં રહેતો હતો અને લાંબા સમયથી ગાઝાની મુલાકાતે પણ નહતો ગયો, જોકે, આ બધાની વચ્ચે તેને હમાસનો સાથ ના છોડ્યો, અને હંમેશા માટે ઈઝરાયેલ વિરુદ્ધ કાવતરું ઘડતો રહ્યો હતો.
શરણાર્થી શિબિરમાં થયો હાનિયોનો જન્મ
ઈસ્માઈલ હાનિયાનો જન્મ 1962માં ગાઝા પટ્ટીના અલ-શાતી શરણાર્થી શિબિરમાં થયો હતો. તેણે ગાઝાની ઇસ્લામિક યૂનિવર્સિટીમાં અરબી સાહિત્યનો અભ્યાસ કર્યો અને હમાસમાં જોડાયા હતો. ઈસ્માઈલ હાનિયાએ 16 વર્ષની ઉંમરે તેની પિતરાઈ બહેન અમલ હાનિયા સાથે લગ્ન કર્યા, જેનાથી તેમને 13 બાળકો હતા. જેમાં 8 પુત્રો અને 5 પુત્રીઓ છે. આમાંથી ઘણા પુત્રો ઈઝરાયેલના હુમલામાં મૃત્યુ પામ્યા છે.
ઇસ્માઇલ હાનિયાના પુત્રોની મોત
'ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ'ના અહેવાલ મુજબ ચાર મહિના પહેલા ઈઝરાયેલની સેનાએ ગાઝાના અલ-શાતી કેમ્પ પાસે એક કાર પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈસ્માઈલ હાનિયાના ત્રણ પુત્રો, ત્રણ પૌત્રીઓ અને એક પૌત્ર માર્યા ગયા હતા. મૃત્યુની પુષ્ટિ હાનિયાએ પોતે કરી હતી. ઈઝરાયલ આર્મીના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા હાનિયાના ત્રણ પુત્રો આતંકવાદી હતા. અમીર હાનિયા હમાસમાં સ્ક્વૉડ કમાન્ડર હતો. હાઝેમ અને મોહમ્મદ હાનિયા ઓપરેટિવ હતા. ત્રણેય સેન્ટ્રલ ગાઝામાં હુમલો કરવા જઈ રહ્યા હતા. આમાંથી એક પુત્ર પણ ઈઝરાયેલના નાગરિકોને બંધક બનાવવામાં સામેલ હતો.
ઇઝરાયેલે હમાસને ખતમ કરવાની ખાધી છે કસમ
હકીકતમાં, 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલા બાદ ઇઝરાયેલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, ત્યારથી ઇઝરાયેલ હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે. હમાસના હુમલામાં 1200 ઈઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા અને 250 અન્ય લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.