Hamas Israel War: ઇઝરાયલના હુમલાઓને રોકવા હમાસનું 'બ્લેકમેઇલિંગ', બંધક ઇઝરાયલી યુવતીનો વીડિયો કર્યો જાહેર

Hamas Israel War: હમાસે 21 વર્ષની યુવતી Mia Shemનો વિડિયો જાહેર કર્યો છે, જે ઇઝરાયલની નાગરિક છે

Continues below advertisement

Hamas Israel War: ગાઝા પર ઈઝરાયલના સતત હવાઈ હુમલા બાદ પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે હવે બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું છે. હવે હમાસે 21 વર્ષની યુવતી Mia Shemનો વિડિયો જાહેર કર્યો છે, જે ઇઝરાયલની નાગરિક છે અને તેનું હમાસ દ્ધારા ઇઝરાયલના મ્યુઝિક ફેસ્ટિવલમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.

Continues below advertisement

હમાસ દ્ધારા જાહેર કરાયેલા વીડિયોમાં ડરેલી યુવતી કહી રહી છે કે તે ગાઝામાં સારી રીતે રહે છે. યુવતી એ પણ દાવો કરી રહી છે કે હમાસ તેને મેડિકલ ટ્રીટમેન્ટ આપી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવા વીડિયો જાહેર કરીને હમાસ દુનિયાને સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે બંધકોની સંપૂર્ણ કાળજી લઈ રહ્યું છે અને તેમને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી.

હમાસે ટેલિગ્રામ ચેનલ પર વીડિયો જાહેર કર્યો

ઈઝરાયલના મીડિયા હાઉસ જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ હમાસે Mia Shemનો વીડિયો પોતાની અરબી ટેલિગ્રામ ચેનલ પર જાહેર કર્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે હમાસના ખતરનાક અલ કાસિમ બ્રિગેડનો કમાન્ડર યુવતીને સારવાર આપી રહ્યો છે. વીડિયોમાં યુવતી કહે છે કે તે ખરાબ રીતે ઘાયલ છે અને હવે તેને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.

ગાઝા હોસ્પિટલમાં હાથનું ઓપરેશન કરવામાં આવ્યું

હમાસ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં યુવતી કહે છે, 'હેલો, મારું નામ Mia Shem છે. હું શોહમની રહેવાસી છું. અત્યારે હું ગાઝામાં છું. હું Sderot થી પાછો ફરી હતી અને એ પાર્ટીમાં હાજરી આપી હતી. મારા હાથ પર ગંભીર ઈજાને કારણે ગાઝાની હોસ્પિટલમાં મારા હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે ત્રણ કલાક સુધી ચાલ્યું હતું. આ લોકો મારી સંભાળ રાખે છે. મને દવાઓ આપી છે. બધું ઓલરાઇટ છે. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે મને શક્ય તેટલી વહેલી તકે મારા માતાપિતા અને ભાઈ-બહેનો પાસે લઈ જવામાં આવે.

ઈઝરાયલના આર્મી રેડિયો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હુમલાની જાણ થતાં જ Mia Shemની માતા કેરેન શેમે તેને (મિયા) મોબાઈલ પર કોલ કર્યો હતો. પરંતુ સામા પક્ષેથી કોઈ જવાબ આવ્યો નહિ. તેણે ફેસબુક પર પણ પોસ્ટ કર્યું કે તેની પુત્રી ગુમ છે, પરંતુ તેની કોઈએ નોંધ લીધી નહોતી.

Continues below advertisement
Sponsored Links by Taboola