Hamas Israel War:  ઈઝરાયલના નાગરિકો હવે વિઝા વિના 90 દિવસ સુધી અમેરિકા જઈ શકશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સિક્યુરિટી (DHS) એ આ અંગેની જાહેરાત કરી છે. આ જાહેરાત ઇઝરાયેલી પ્રવાસીઓ માટે વિઝા છૂટ કાર્યક્રમના અમલીકરણને વેગ આપશ, જેની શરૂઆત 30 નવેમ્બરથી થવાની છે.


સીએનએન રિપોર્ટ અનુસાર, બાઇડન સરકારે અગાઉ પુષ્ટી કરી હતી કે ઇઝરાયેલને VWPમાં સામેલ કરવામાં આવ્યું છે. આનાથી પાત્ર ઇઝરાયલના પ્રવાસીઓને વિઝા વિના યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાની મંજૂરી મળી ગઇ છે. જો કે, તાજેતરની જાહેરાત જણાવે છે કે અમેરિકા હવે સમય પહેલા અરજીઓ સ્વીકારી રહ્યું છે.


રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, આ તકનો લાભ લેવા માટે પાત્ર પ્રવાસીઓએ યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP), ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ફોર ટ્રાવેલ ઓથોરાઈઝેશન (ESTA) દ્વારા અધિકૃતતા માટે ઓનલાઈન અરજી કરવી પડશે. લાયકાત મેળવવા માટે પ્રવાસીઓ પાસે બાયોમેટ્રિકલી સક્ષમ પાસપોર્ટ હોવો જોઈએ અને યુ.એસ.માં 90 દિવસથી વધુ રહેવાની યોજના હોવી જોઈએ નહી.


DHSએ જણાવ્યું હતું કે, બિન-બાયોમેટ્રિક અસ્થાયી અથવા કટોકટી પ્રવાસ દસ્તાવેજો અથવા નોન-વિઝા વેવર પ્રોગ્રામ નિયુક્ત દેશના દસ્તાવેજો ધરાવતા પ્રવાસીઓ પાત્રતા ધરાવતા નથી અને યુએસ વિઝા માટે અરજી કરવી આવશ્યક છે. જેઓ યુએસમાં 90 દિવસથી વધુ રહેવાની યોજના ધરાવે છે અથવા યુ.એસ.માં તેમના રોકાણને લંબાવવા માંગે છે તો તેમના વિઝા પર મુસાફરી હજુ પણ કેટલાક પ્રવાસીઓ માટે સૌથી સારો વિકલ્પ છે.


CNNના અહેવાલ મુજબ, હાલમાં આ એપ્લિકેશન માત્ર અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, પરંતુ DHS 1 નવેમ્બર પછી તેને અન્ય ભાષાઓમાં રજૂ કરવાની યોજના ધરાવે છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું હતું કે સહાય હમાસને નહીં, ગાઝાના નાગરિકોને મળવી જોઇએ. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કહ્યું કે ગાઝાને મળનારી સહાય ડાયવર્ટ કરવામાં આવશે તેવી ઇઝરાયલ સરકારને ચિંતા છે કારણ કે ગાઝામાં ઇઝરાયલના લશ્કરી દળ અથવા યુએન પીસકીપિંગની હાજરી નથી.


યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે વિશ્વભરમાં મુસાફરી કરતા અમેરિકન નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડી છે. ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વભરમાં વિવિધ સ્થળોએ વધી રહેલા તણાવ અને અમેરિકન નાગરિકો વિરુદ્ધ આતંકવાદી હુમલા, પ્રદર્શન અથવા હિંસક કાર્યવાહીની શક્યતાને ધ્યાનમાં રાખીને વિદેશ વિભાગ વિદેશમાં રહેતા અમેરિકન નાગરિકોને વધુ સાવધાની રાખવાની સલાહ આપે છે.