Hamas Israel War: પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે બે બંધકોને મુક્ત કર્યા છે. અમેરિકામાં રહેતા માતા અને દીકરીને હમાસે મુક્ત કર્યા હતા. અમેરિકાના ઇલિનોઇસ પ્રાન્તના ઇવાનસ્ટનમાં રહેતી મા-દીકરી પાસે ઇઝરાયલની નાગરિકતા છે. હમાસની લશ્કરી પાંખ અલ-કાસમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઉબૈદાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કતારની મધ્યસ્થતા બાદ માનવતાના આધાર પર બંનેને મુક્ત કરવામાં આવ્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે બંધકોને મુક્ત કરીને અમે અમેરિકન લોકો અને દુનિયાને કહેવા માંગીએ છીએ કે રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના ફાસીવાદી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા દાવા ખોટા અને પાયાવિહોણા છે.
પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે બે બંધકોને મુક્ત કર્યા છે. આ બંને અમેરિકન માતા અને પુત્રી છે. અમેરિકાના ઇલિનોઇસ પ્રાન્તના ઇવાનસ્ટનમાં રહેતી મા-દીકરી પાસે ઇઝરાયલની નાગરિકતા છે. હમાસની લશ્કરી પાંખ અલ-કાસમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઉબૈદાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કતારની મધ્યસ્થતા બાદ માનવતાના આધાર પર બંનેને મુક્ત કરવામાં આવ્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે બંધકોને મુક્ત કરીને અમે અમેરિકન લોકો અને દુનિયાને કહેવા માંગીએ છીએ કે રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના ફાસીવાદી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા દાવા ખોટા અને પાયાવિહોણા છે.
ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે મા-દીકરી જૂડિથ તાઈ રાનન અને નતાલી શોશના રાનનને હમાસે મુક્ત કર્યાની પુષ્ટી કરી હતી. ઈઝરાયલના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ઈઝરાયલના એક સૈન્ય મથક પર લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમના પરિવારના સભ્યો પણ હાજર છે. અન્ય બંધકોના પરિવારોએ ખુશી વ્યક્ત કરતા અન્ય બંધકોને પણ મુક્ત કરવા અપીલ કરી છે.
રાષ્ટ્રપતિ બાઇડને માતા અને પુત્રી સાથે વાત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને હમાસ દ્વારા મુક્ત કરાયેલા માતા અને પુત્રી સાથે ફોન પર વાત કરી અને મદદની ખાતરી આપી હતી. બાઇડને એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે "મેં હમણાં જ બે અમેરિકન નાગરિકો સાથે વાત કરી હતી જેમને હમાસ દ્વારા બંધક બનાવ્યા પછી મુક્ત કરવામાં આવ્યા હતા. મેં તેમને કહ્યું કે અમેરિકન સરકાર તેમને સંપૂર્ણ મદદ કરશે.
અમેરિકાએ કતાર સરકારનો આભાર માન્યો
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને બંધકોને મુક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ કતાર સરકારનો આભાર માન્યો હતો. બ્લિંકને જણાવ્યું હતું કે ઇઝરાયલમાં યુએસ એમ્બેસીની ટીમ ટૂંક સમયમાં બે અમેરિકન બંધકોને મળશે. શિકાગોમાં રહેતા માતા અને દીકરીને 7 ઓક્ટોબરે ઇઝરાયલમાંથી હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે 10 અમેરિકન નાગરિકો સહિત કેટલાક દેશોના લગભગ 200 અન્ય બંધકોને હજુ પણ હમાસે બંધક બનાવી રાખ્યા છે. બ્લિંકને કહ્યું કે હમાસે તમામ બંધકોને મુક્ત કરવા જોઈએ. બ્લિંકને જણાવ્યું હતું કે તેમણે અન્ય બંધકોના પરિવારો સાથે વાત કરી હતી અને તેમના પરિવારના સભ્યોની મુક્તિ માટે ગંભીરતાથી કામ કરવાનું વચન આપ્યું હતું.
એન્ટની બ્લિંકને મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા બે અમેરિકન નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. બંને હવે ઈઝરાયલમાં સુરક્ષિત છે. અમે તેની મુક્તિનું સ્વાગત કરીએ છીએ. પરંતુ આ સંઘર્ષમાં હજુ પણ 10 અન્ય અમેરિકન નાગરિકો ગુમ છે. અમે જાણીએ છીએ કે તેમાંથી કેટલાકને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. તેમજ ગાઝામાં લગભગ 200 અન્ય બંધકોને પણ રાખવામાં આવ્યા છે.