ભારતના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ 65 વર્ષની વયે કર્યા બીજા લગ્ન, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Oct 2020 10:25 AM (IST)
દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ 65 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે.
નવી દિલ્હી: દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ 65 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે. સાલ્વેના પત્ની કેરોલિન બ્રોસાર્ડ લંડનમાં રહે છે અને તે વ્યવસાયે આર્ટિસ્ટ છે. હરીશ સાલ્વે કુલભૂષણ જાધવ સહિત અનેક ઈન્ટરનેશનલ કેસોમાં ભારત સરકારનો પક્ષ રજૂ કરી ચૂક્યાં છે. 56 વર્ષીય કેરોલિન એક દિકરીની માતા છે. સાલ્વે અને કેરોલિનની મુલાકાત એક આર્ટ એગ્ઝિબિશનમાં થઈ હતી. સાલ્વે ધર્મ પરિવર્તન કરી ઈસાઈ ધર્મ અપનાવી ચૂક્યા છે. હરીશ સાલ્વે આ વર્ષની શરુઆતમાં જ પોતાની પ્રથમ પત્ની મીનાક્ષી સાલ્વેથી અલગ થઈ ગયા હતા. બંન્નેની બે દીકરીઓ પણ છે. ભારતના જાણીતા વકીલની સાથે સાથે હરીશ સાલ્વે ભારતના પૂર્વ સોલિસિટર જનરલ છે.