અમેરિકામાં કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે રવિવાર અને સોમવારે વાવાઝોડાએ તબાહી મચાવી નાખી હતી. અમેરિકાના ટેક્સાસમાં ખાસ કરીને સમુદ્રી વિસ્તારોમાં ‘હન્ના’ નામના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. જેને કારણે ટેક્સાસમાં અનેક લોકો અંધારપટમાં ફસાઈ ગયા હતા અને વાહન વ્યવહાર થંભી ગયો હતો જ્યારે અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ટેક્સાસના અનેક ભાગોમાં અંદાજે 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
અમેરિકા અને મેક્સિકો વચ્ચે ટ્રમ્પ સરકારે બનાવેલી દિવાલ અનેક વિસ્તારોમાં તુટીને ગઈ હતી એટલી ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. આ સાથે ધોધમાર વરસાદ પણ ખાબક્યો હતો. ‘હન્ના’ વાવાઝોડાને કારણે અમેરિકામાં આશરે ત્રણ લાખ મકાનો અંધાર પટમાં સપડાઈ ગયા હતા જ્યારે ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા અને ઉભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.
રોડ રસ્તા પર મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થતાં અનેક વાહનોનો ભુક્કો બોલી ગયો હતો. જ્યારે રસ્તા હજુ પણ બંધ છે. મેક્સિકોમાં પણ આ વાવાઝોડાની અસરને કારણે ત્યાં કેટલીક કંપનીઓના કામકાજને અટકાવી દેવામાં આવ્યું છે.
બીજી તરફ ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે રવિવારે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેડરલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજંસીએ આ વાવાઝોડાને લઇને ઇમર્જન્સી જાહેર કરી દીધી છે. જેને પગલે હાલ પુરૂ પ્રશાસન લોકોના રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયું છે.
અમેરિકામાં ‘હન્ના’ વાવાઝોડાએ મચાવી દબાહી, આ વિસ્તારમાં ખાબક્યો ધોધમાર 18 ઈંચ વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2020 08:53 AM (IST)
અમેરિકામાં કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે રવિવાર અને સોમવારે વાવાઝોડાએ તબાહી મચાવી નાખી હતી. અમેરિકાના ટેક્સાસમાં ખાસ કરીને સમુદ્રી વિસ્તારોમાં ‘હન્ના’ નામના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી
- - - - - - - - - Advertisement - - - - - - - - -