આયોવા: અમેરિકામાં હાલમાં બરફનું તોફાન ચાલી રહ્યું છે. આયોવામાં નેશનલ હાઈવે પર બરફના તોફાનને કારણે અંદાજે એકસાથે 50 વાહનો એકબીજા સાથે અથડાયા હતાં જેના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પરિણામે લાંબા સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયેલો રહ્યો હતો.

એકસાથે 50 વાહનો અથડાતાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. આયોવાની આસપાસ 6 ઇંચ જેટલો બરફ પડ્યો હોવાનો પણ અહેવાલ છે. એકસાથે 50 વાહનો એકબીજા સાથે અથડાતાં કારમાં સવાર મુસાફરો પણ એક સમયે ગભરાઈ ગયા હતાં.

કોલોરાડો, મિનેસોટા, નેબ્રાસ્કામાં પણ બરફના તોફાનની અસર જોવા મળી હતી. આગામી દિવસોમાં ભારે હિમવર્ષાની પણ આગાહી કરવામાં આવી છે. કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો.