અમેરિકામાં બરફનું તોફાન સતત તબાહી મચાવી રહ્યું છે. તિવ્ર ઠંડીના કારણે 34 લોકોના મૃત્યુ થયા છે. ક્રિસમસ દરમિયાન દેશના લગભગ 20 કરોડ લોકો આ વાવાઝોડાથી પ્રભાવિત થયા છે. બરફના તોફાનના કારણે અત્યાર સુધીમાં 1 હજાર 700 ફ્લાઈટ રદ થઈ ગઈ છે.  બર્ફિલા તોફાનોએ સૌથી વધુ તબાહી અમેરિકાના બફેલોમાં મચાવી છે. તેજ બર્ફિલા પવનોના કારણે લોકો રસ્તા પર ચાલી નથી શકતા.  
સફેદ આફતના કારણે વિઝીબીલીટીમાં ઘટાડો જોવા મળ્યો છે. ક્રિસમસને લઈને હાલમાં અમેરિકામાં રજાનો માહોલ છે.  ત્યારે મોટાભાગના વિસ્તારમાં હિમવર્ષાની ચપેટમાં આવ્યું છે.  બરફના તોફાનોના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત છે. રસ્તાઓ સૂમસામ બન્યા છે.  લોકો ઘરોમાં પૂરાયા છે.  વીજળી ગુલ થવાના કારણે મુશ્કેલી વધારે કઠિન બની છે. 


અમેરિકાના નોર્થ કેરોલિનામાં બર્ફિલા પવન અને હિમવર્ષાને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. 4 લાખ 15 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.  રસ્તા પર બરફ જામી જતા વાહનોની લાંબી કતારો લાગી છે. અમેરિકામાં હાલ તાપમાનનો પારો માઈનસ 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.  ન્યૂયોર્કના બફેલોમાં તો બર્ફિલા તોફાનોને કારણે આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ બંધ કરી દેવાયા છે. 


અમેરિકામાં આ દિવસોમાં બરફવર્ષા સતત તબાહી મચાવી રહી છે. ન્યુયોર્કમાં બફેલો સિટી તાજેતરના દિવસોમાં સબ-ઝીરો તાપમાન અને ભારે બરફવર્ષાથી પ્રભાવિત છે.  ન્યૂયોર્કમાં બફેલો આ દિવસોમાં ભારે બરફના તોફાનની ઝપેટમાં છે. આ બરફના તોફાનના કારણે ન્યૂયોર્કમાં ક્રિસમસનો તહેવાર ફિક્કો પડી ગયો હતો. ઘાતક હિમવર્ષાને કારણે વાહનચાલકો અને બચાવ કાર્યકરોને તેમના વાહનોમાં ફસાઈ જવાની ફરજ પડી હતી. 'NBC'એ અહેવાલ આપ્યો છે કે વાવાઝોડાને કારણે હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. તે જ સમયે, અમેરિકામાં હવામાન સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે.


અહેવાલ મુજબ, આ બરફના તોફાનને કારણે મોટાભાગના મૃત્યુ બફેલો અને તેની આસપાસના વિસ્તારોમાં થયા છે. બફેલો પોલીસ વિભાગે ઓનલાઈન પોસ્ટ દ્વારા લોકોને સર્ચ અને રિકવરીના પ્રયાસોમાં મદદ માટે અપીલ કરી છે. અધિકારીઓએ 'સ્નો મોબાઈલ' ધરાવતા અને મદદ કરવા ઈચ્છુક લોકોને હોટલાઈન પર કોલ કરવા સૂચના આપી છે.


બેફોલે શહેરમાં સૌથી વધુ કહેર


જો કે, આ સમયે સમગ્ર અમેરિકા તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યું છે. આ સમયે સૌથી વધુ ઠંડીની અસર ન્યૂયોર્કના બેફોલે શહેર પર જોવા મળી રહી છે. અહીં બરફના તોફાનથી સામાન્ય લોકોનું જનજીવન સંપૂર્ણપણે થંભી ગયું છે.  બેફોલેમાં ચાલી રહેલા બરફના તોફાનના કારણે આખું શહેર લગભગ લાચાર બની ગયું છે.  આ બરફનું તોફાન એક પ્રકારનું શિયાળુ વાવાઝોડું છે,  આ વાવાઝોડામાં પાણીને બદલે બરફ કે કરા પડે છે.


જાણકારોનું કહેવું છે કે આ પહેલા વર્ષ 1816માં ઉનાળામાં પણ આવું જ વાવાઝોડું આવ્યું હતું. જે બાદ વર્ષ 2013માં પણ આવું જ તોફાન જોવા મળ્યું હતું. ત્યારે વાવાઝોડાને કારણે 10 સેમી બરફની ચાદર જામી ગઈ હતી.