Russia-Ukraine War Update: રૉમન કેથૉલિક ચર્ચાના પ્રમુખ ફ્રાન્સિસે રવિવારે (25 ડિસેમ્બર) પોાતના પારંપરિક ક્રિસમસ (Christmas) મેસેજ દરમિયાન યૂક્રેન (Ukraine) માં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાની અપીલ કરી, તેમને પોતાના સંદેશમાં કહ્યું કે, કે આ એકજુથતા બતાવવા અને પીડિત તમામ લોકોની મદદ કરવાનો સમય છે, રૉમન કેથૉલિક ચર્ચના પ્રમુખ પૉપે વેટિકનમાં સેન્ટ પીટર્સ બેસિલિકાએ પોતાનો સંદેશ આપ્યો. 


ફ્રાન્સિસે રશિયા (Russia) અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સંવેદનશીલ ગણાવ્યુ છે. તેમને આ લડાઇમાં અનેકગણા લોકોના જીવ જવા પર દુઃખ વ્યક્ત કરતા આને તરતજ ખતમ કરવા આગ્રહ કર્યો છે. રૉમન કેથૉલિક ચર્ચના પ્રમુખે કહ્યું કે, - ઇશ્વર આપણે એ તમામ પીડિત લોકોની સહાયતા માટે એકજૂથતાના ઠોસ સંકેત આપવા માટે પ્રેરિત કરે, તે તે લોકોના મનને એકજૂથ કરે, જેમની પાસે હથિયારોના ગડગડાટને શાંત કરવા અને આ મહત્વપૂર્ણ યુદ્ધને તાત્કાલિક અંત કરવાની શક્તિ છે. 







War: યૂક્રેનના મારિયુપૉલમાં હજારો કબરો પર વસાવવામાં આવી રહ્યું છે રશિયન શહેર, સ્કૂલ-રસ્તાંના નામ બદલાયા -
Russia Ukraine War Update: રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે પોર્ટ બંદર શહેર મારિયુપૉલ (Mariupol) માં એક નવુ રશિયન શહેર (Russian City) બનાવવામા આવી રહ્યું છે, યૂક્રેન મારિયુપૉલ શહેર પર મેમાં રશિયાના કબજાના મહિના બાદ આ પગલુ ભર્યુ છે. ઉલ્લેખનીય છે કે મારિયુપૉલમાં યુદ્ધ દરમિયાન હજારો લોકોના જીવ ગયા હતા. એપીની એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે, કમ સે કમ એક યૂરોપીય કંપનીના સામાનની સાથે મારિયુપૉલના ખંડોરે પર એક નવુ રશિયન શહેર બનાવવામાં આવી રહ્યું છે.  


રશિયન કર્મચારીઓ મારિયુપૉલ શહેરમાં બૉમ્બમારાથી ક્ષતિગ્રસ્ત થયેલી બિલ્ડિંગોમાંથી રોજ એકને તોડી રહ્યાં છે, તે ત્યાં કાટમાળની સાથે સાથે લાશેને દુર લઇ જઇ રહ્યાં છે. એક સમયે સંપન્ન રહેલુ આ શહેર હવે રશિયન સૈનિકો, બિલ્ડરો, અધિકારીઓ અને ડૉક્ટરોની સાથે ગેરીસન શહેર બનવાના રસ્તાં પર છે. આ તે હજારો યૂક્રેનિયનોની જગ્યા લઇ રહ્યાં છે, જે યુદ્ધમાં માર્યા ગયા કે પછી તેને છોડીને ચાલ્યા ગયા હતા. 


મારિયુપૉલનો ઇતિહાસ મિટાવવા રશિયાનો પ્રયાસ - 
રશિયા યૂક્રેની શહેરના ઇતિહાસ સાથે જોડાયેલી તમામ નિશાનીઓને મેટાવી રહ્યું છે. રશિયાએ યૂક્રેની શહેરના રસ્તાના નામ બદલીને સોવિયત નામ કરી દીધા છે. શહેરના નામની જાહેરાત કરનાના મોટા ચિન્હનને રશિયન ઝંડા અને રશિયન સ્પેલિંગના લાલ, સફેદ અને વાદળી રંગના રંગથી ફરીથી રંગી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં એવેન્યૂ મારિયુપૉલના નામને બદલી દેવામાં આવ્યુ છે, જેને હવે લેનિન એવન્યૂ કહેવામાં આવશે. 


એપી અનુસાર, મારિયુપૉલમાં કેટલીક સ્કૂલો ખુલ્લી છે, જેમાં રશિયન સિલેબલનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, આ ઉપરાંત ત્યાં ફોન અને ટેલિવિઝન નેટવર્ક હવે રશિયાના થઇ ગયા છે, યૂક્રેની મુદ્રા ખતમ થઇ રહી છે અને મારિયુપૉલ હવે મૉસ્કોના ટાઇમ ઝૉનમાં છે.