ફોર્બ્સે એવા લોકોની યાદી બહાર પાડી છે જેમણે યૂટ્યૂબ દ્વારા સૌથી વધારે કમાણી કરી હોય. Forbesની યાદીમાં જે વ્યક્તિએ સૌથી વધારે 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે તે નવ વર્ષનો બાળક રેયાન છે. રેયાન યૂટ્યૂબ પર પોતાની વીડિયો અપલોડ કરે છે અને કરોડો રૂપિયાની કમાણી કરે છે.


ફોર્બ્સની યાદીમાં આ વર્ષે યૂટ્યૂબથી સૌથી વધારે કમાણી કરનાવના મામલે રેયાનનું નામ સૌથી ટોચ ઉપર છે. રેયાને આ વર્ષે યૂટ્યૂબથી 30 મિલિયન ડોલર એટલે કે અંદાજે 220 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

રેયાન કાજી વિતેલા ઘણાં વર્ષોથી કરોડોની કમાણી કરે છે. જાણકારો જણાવે છે કે, રેયાન 3 વર્ષની ઉંમરથી યૂટ્યૂબ પર પોતાના વીડિયો શેર કરતો રહે છે. અને તેના વીડિયો યૂટ્યૂબ પર એટલા હિટ છે કે તેના વ્યૂઝ, લાઈક્સના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે.

વર્ષ 2019માં રેયાને 26 મિલિયન ડોલર એટલે કે અંદાજે 180 કરોડ રૂપિયાની કમાણી યૂટ્યૂબથી કરી હતી.

રેયાનની રેયાનની દુનિયા (Ryan’s World)ના નામે એક યૂટ્યૂબ ટેલ છે. તેના પર રેયાને 1875 વીડિયો અપલોડ કર્યો છે. જેને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. Ryan’s World ચેનલને અંદાજે 3 કરોડ સબક્રાઈબર છે. તેના વીડિયોને પણ કોરોડ વ્યૂઝ મળ્યા છે, જેના કારણે તેને તગડી કમાણી થઈ રહી છે.

2015માં સૌથી પહેલો વીડિયો

રેયાન અમેરિકાના ટેક્સાસમાં રહે છે અને તેણે 2015માં સૌથી પહેલો વીડિયો અપલોડ કર્યો હતો. રેયાન હવે સ્ટોર બિઝનેસથી પણ કમાણી કરી રહ્યો છે. તેણે વોલમાર્ટ સાથે પણ એક ડીલ સાઈટ કરી હતી, જેનાથી હવે તે પોતાની પ્રોડક્ટ પણ વેચશે.

રમકડાનો રિવ્યૂ

રેયાને પોતાની યૂટ્યૂબ ચેનલ પર રમકડાના રિવ્યૂ કરતા વીડિયો પોસ્ટ કરે છે. રેયાન રમકડાને અનબોક્સિંગ અને તેની સાથે રમતા એક વીડિયો બનાવીને તેને યૂટ્યૂબ પર અપલોડ કરે છે. રેયાનના નામે વિતેલા 3-4 વર્ષથી ફોર્બ્સની યાદીમાં સામેલ થઈ રહ્યો છે.