હાલ અમેરિકામાં કોરોના સામે રસીકરણની શરૂઆત થઈ ચુકી છે પરંતુ હજુ સુધી લોકોમાં વેક્સિનને લઇ ડર જોવા મળી રહ્યો છે. અનેક સર્વેમાં લોકોએ વેક્સિન લેવાથી અચકાતા હોવાનું જણાવ્યું છે. બાઇડેને કહ્યું કે, સૌથી પહેલા સ્વાસ્થ્ય કર્મીઓ અને સૌથી વધારે ખતરાનો સામનો કરી રહેલા લોકોને પ્રથમિકતા આપીને રસી અપાશે. સાર્વજનિક રીતે રસીકરણથી લોકોમાં વિશ્વાસ ઉભો થશે.
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોના લિસ્ટમાં અમેરિકા ટોચ પર છે. સૌથી વધારે ઝડપથી મામલા પણ અમેરિકામાં વધી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં એક લાખ 82 હજારથી વધારે નવા કેસ આવ્યા છે અને 1403 લોકોના મોત થયા છે. અમરિકામાં કુલ કોરોના કેસની સંખ્યા 1,82,66,612 પર પહોંચી છે અને 3,24,858 લોકોના મોત થયા છે.
વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સાત કરોડ 71 લાખને પાર પહોંચી ગઈ છે. કોરોનાથી 16 લાખ 99 હજારથી વધારે લોકોના મોત થયા છે. 5 કરોડ 40 લાખથી વધારે લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
બેંક મેનેજરે યુવકની પત્નીના કેરેકટર પર કરી કમેન્ટ, થોડા દિવસ પછી ટુકડે ટુકડા થયેલી બેગમાંથી મળી લાશ
સુરતઃ પીએસઆઈ અમિતા આપઘાત કેસમાં પોલીસને કયા મહત્વના પુરાવા અપાયા, જાણો વિગત