અમેરિકામાં એક વાર ફરી મંદિરને નિશાન બનાવવાના સમાચાર સામે આવ્યા છે. 10 દિવસમાં આ બીજો મોકો છે જ્યારે હિંદુ ધર્મસ્થળ પર હુમલો કરવામાં આવ્યો છે. તાજેતરનો કિસ્સો કેલિફોર્નિયાના સેક્રામેન્ટો કાઉન્ટીનો છે. સેક્રામેન્ટો માથેર એરપોર્ટના દક્ષિણમાં સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બુધવારે હિંદુ વિરોધી નારા પણ લખવામાં આવ્યા. ઉપદ્રવીઓએ 'હિંદુઓ પાછા જાઓ' લખી દીધું. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ આપત્તિજનક શબ્દો લખેલા મળી આવ્યા.


સ્થાનિક અધિકારીઓને જ્યારે આ વાતની જાણકારી મળી ત્યારે તેમણે ઘટનાસ્થળે જઈને તપાસ કરી. તેમણે જોયું કે મંદિર સાથે જોડાયેલી પાઈપલાઈનને પણ કાપી નાખવામાં આવી છે. આ પહેલા ન્યૂયોર્કમાં પણ સ્વામિનારાયણ મંદિરમાં આવી ઘટના બની હતી.


અમેરિકામાં હિંદુ મંદિર પર થયેલા હુમલા અંગે BAPS Public Affairs એ 'એક્સ' પર લખ્યું, "છેલ્લા 10 દિવસમાં ન્યૂયોર્ક, સેક્રામેન્ટો અને CA ક્ષેત્રમાં અમારા મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા. આ ઉપરાંત ગઈ રાત્રે પણ હિંદુ વિરોધી નારા લખીને અપવિત્ર કરવાનો પ્રયાસ થયો."


ઘટના અંગે અમેરિકી સાંસદ રો ખન્નાએ કહ્યું કે હિંદુ અમેરિકનો પ્રત્યે આ પ્રકારની નફરત અને બર્બરતા ભયાવહ અને નૈતિક રીતે ખોટી છે. ન્યાય વિભાગે આ ઘૃણા અપરાધોની તપાસ કરવી જોઈએ, અને જવાબદાર લોકોને કાયદા હેઠળ સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવા જોઈએ.






સેક્રામેન્ટો કાઉન્ટી શેરિફના સાર્જન્ટ અમર ગાંધીએ કહ્યું, "અમારી પાસે અમારી યુનિટના જાસૂસો છે, જે અહીં બધા હેટ ક્રાઇમની તપાસ કરે છે." તેમણે આગળ કહ્યું, "અમારી પાસે રાજ્ય અને સંઘીય ભાગીદારો આવી રહ્યા છે. આ કોઈ એવી વસ્તુ નથી જે દબાઈ જશે કે ગાયબ થઈ જશે. જેણે પણ આ


કર્યું છે તેને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. જો તમે આ કર્યું હોય તો તમારી જાતને મુશ્કેલીથી બચાવો અને જાતે જ સામે આવી જાઓ." મંદિરમાં બુધવારે ચૂંટાયેલા અધિકારીઓ, કાયદા અમલીકરણ અને સમુદાયના સભ્યો સાથે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું.


આ પહેલા આ વર્ષે 17 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના બની હતી. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે પણ BAPS સ્વામિનારાયણ મંદિરની તોડફોડની નિંદા કરી હતી અને તેને અસ્વીકાર્ય ગણાવી હતી. ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરના અનાદરની નિંદા કરી હતી અને સત્તાવાળાઓ પાસેથી જવાબદારીની માંગણી કરી હતી.


આ પણ વાંચોઃ


દેશ વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય, ગયા વર્ષે 180000000થી વધુ પ્રવાસીઓ આવ્યા