નવી દિલ્હી: ઈજિપ્ત (Egypt) માં એક મોટી રેલ દુર્ઘટના બની છે. ઈજિપ્ત(Egypt)માં બે ટ્રેનો સામે સામે અથડાતા 32 જેટલા લોકોના મોત થયા છે. તે સિવાય આ ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  



ઈજિપ્તના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ઈજિપ્તના શહર સોહાગના ઉત્તરમાં શુક્રવારે બે ટ્રેનો વચ્ચે ટક્કર થયા બાદ 32 લોકોના મોત થયા છે અને 66 લોકો ઘાયલ થયા છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, સ્વાસ્થ્ય અધિકારીઓએ ઘટનાસ્થળે 36   એમ્બ્યુલેન્સ મોકલી હતી. ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે.  




ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જ્યારે કાટમાળ નીચે ફસાયેલા યાત્રીઓને ટ્રેનના ડબ્બામાંથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે.  કહેવામાં આવી રહ્યું છે કે, ઘાયલોમાં અનેક લોકોની હાલત ગંભીર છે.