વુહાન: ચીનમાં કોરોના વાઈરસને કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે ચીનના કોરોના વાઈરસના એપી સેન્ટર ગણાતા એવા વુહાનની સૌથી મોટી હોસ્પિટલના ડાયરેક્ટરનું જ કોરોના વાઈરસથી મોત નિપજ્યું હતું તેવું જાણવા મળ્યું હતું. વુહાનમાં આવેલી વુચાંગ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે સેવા આપી રહેલા લીયુ ઝિમિંગને કોરોના વાયરસ ભરખી ગયો હતો. આ હોસ્પિટલમાં વાઈરસની સારવાર માટે જે દર્દીઓ દાખલ કરાયા હતા તેમની જ અસર ડાયરેક્ટરને થઈ હતી.


નોંધનીય છે કે, ચીનમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 1860 લોકો મૃત્યુ પામ્યા છે. મહત્વની વાત એ છે કે, આ વાઈરસ હાલ જાપાનમાં પણ ફેલાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

માર્યા ગયેલા 98માંથી મોટા ભાગના વાઈરસના એપી સેન્ટર ગણાતા હુબેઈ પ્રાંતના જ છે. જ્યારે આ પ્રાંતમાં બીજા 1807 કેસો સામે આવ્યા છે જ્યારે આ જ વિસ્તારમાં વાઈરસનો ચેપ લાગ્યો હોય તેવા 59,989 કેસો સામે આવ્યા છે. ચીનમાં 70 હજારથી વધુ લોકોને કોરોના વાઈરસની અસર જોવા મળી છે.

જાપાનની વધુ એક ક્રૂઝ શીપને સ્ટોપ કરી દેવામાં આવી છે. આ શીપમાં સવાર પૈકી 88 લોકોને કોરોના વાઈરસની અસર છે. જ્યારે આ સાથે જ શીપમાં કુલ 500 લોકોને કોરોના વાઈરસની અસર જોવા મળી છે.