Sunita Williams:  ​​ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams)  અને બૂચ વિલમોર છેલ્લા ઘણા મહિનાઓથી અવકાશમાં અટવાયેલા છે. 5 જૂનના રોજ, સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બૂચ વિલ્મોરને સ્પેસ સ્ટેશન પર તાલીમ મિશન પર મોકલવામાં આવ્યા હતા. બંનેએ આઠ દિવસ અવકાશમાં રહીને પરત ફરવાનું હતું. પરંતુ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં ખામીને કારણે સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર બંને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે.


ફેબ્રુઆરી 2025માં તેમની વાપસીની આશા


અને હવે ફેબ્રુઆરી 2025માં તેમની વાપસીની આશા છે. ક્રૂ-9 મિશન હેઠળ, તેમને સ્પેસ-એક્સના સ્પેસ શિપ દ્વારા અવકાશમાંથી પાછા લાવવામાં આવશે. આ દરમિયાન, ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ અવકાશમાં કેટલો સમય જીવીત રહી શકે છે? ચાલો તમને જણાવીએ કે સુનીતા વિલિયમ્સ (Sunita Williams) અંતરિક્ષમાં કેટલો સમય જીવીત રહી શકે છે.


300 થી 400 દિવસ સુધી જીવિત રહી શકે છે
સામાન્ય રીતે જ્યારે અવકાશમાં કોઈ મુસાફર હોય છે તો તેના મિશનની અવધિ અનુસાર પહેવું પડે છે. પરંતુ જો કોઈ કારણસર અવકાશયાત્રી અવકાશમાં અટવાઈ જાય તો તે કેટલો સમય જીવીત રહી શકે? અવકાશમાં ફસાયેલી સુનીતા વિલિયમ્સ ક્યાં સુધી અવકાશમાં જીવીત રહી શકશે? આ વિશે જાણીને ભારતીયો ખુશ થશે.


રશિયન અવકાશયાત્રી વેલેરી પોલિકોવ એક


જૂન મહિનાથી અવકાશમાં અટવાયેલી સુનીતિ વિલિયમ્સ સરળતાથી 300 થી 400 દિવસ રહી શકે છે. આનો અર્થ એ છે કે હાલમાં તે વધુ કેટલાક મહિનાઓ સુધી ત્યાં રહી શકે છે. અવકાશમાં સૌથી વધુ દિવસો રહેવાનો રેકોર્ડ રશિયન અવકાશયાત્રી વેલેરી પોલિકોવના નામે છે. તેઓ જાન્યુઆરી 1994 થી માર્ચ 1995 સુધી સતત 437 દિવસ મીર સ્પેસ સ્ટેશન પર રહ્યા હતા.


સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી ક્યારે પરત ફરી શકશે?
ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોર ઘણા મહિનાઓથી અવકાશમાં અટવાયેલા છે. નાસાએ બંનેની વાપસી માટે અભિયાન શરૂ કર્યું હતું. જે સફળ ન થઈ શક્યું. હવે બંને ફેબ્રુઆરી 2025માં પરત ફરે તેવી શક્યતા છે. નાસાના આ બે અવકાશયાત્રી સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં પૃથ્વી પર પાછા ફરશે.


આ પણ વાંચો...


Jamanagar: જામ સાહેબે તેમના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, આ દિગ્ગજ ક્રિકેટરને બનાવ્યા જામનગર રાજપરિવારના વારસદાર