પ્રધાનમંત્રી તરીકે પ્રથમ કાર્યકાળમાં મોદી 2014માં મેડિસન સ્કવેરમાં ભારતીયોને સંબોધી રહ્યા હતા ત્યારે કહ્યું હતું, ભાઈ, હું તો ચા વેચતા વેચતા અહીં પહોંચ્યો છું. તેમનું આ ભાષણ હૃદય સ્પર્શી હતુ. આ કાર્યક્રમમાં આશરે 20,000 લોકોએ હિસ્સો લીધો હતો. જ્યારે હાઉડી મોદીમાં અમેરિકન અને ભારતીયો મળીને 50,000થી વધારે લોકો રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.
અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાનારા કાર્યક્રમમાં શહેરમાં મોદીના હોર્ડિંગ્સ લાગી ચુક્યા છે. કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતીયોને સંબોધન કરશે. 2014માં મેડિસન સ્કવેરમાં મોદીને રોકસ્ટાર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. જે અંગે તત્કાલિન યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ કહ્યું હતું કે મોદીનું સ્વાગત એક રોકસ્ટાર જેમ કરવામાં આવ્યું હતું. બીજા કાર્યકાળમાં મોદી પ્રથમ વખત અમેરિકા પ્રવાસે જઈ રહ્યા છે.
Maharashtra Assembly Election Opinion Poll: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાને કેટલી બેઠકો મળશે ?
ગુજરાત સહિત 18 રાજ્યોની આ 64 સીટ પર યોજાશે પેટા ચૂંટણી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
IND vs SA ત્રીજી T 20માં 20 રન બનાવતાં જ રોહિત શર્માના નામે નોંધાશે મોટો રેકોર્ડ, જાણો વિગત