નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક અઠવાડિયાની અમેરિકાની મુલાકાત માટે શુક્રવારની રાત્રે રવાના થઈ ગયા છે. અમેરિકા પહોંચવા પર પીએમ મોદીનો પહેલો કાર્યક્રમ ટેક્સાસના હ્યુસ્ટનમાં યોજાવાનો છે જ્યાં 50,000થી વધુ ભારતીય સમુદાયને સંબોધિત કરશે. હ્યુસ્ટનમાં અત્યારે સંપૂર્ણપણે માહોલ ‘મોદીમય’ થઈ ગયો છે. રસ્તા પર ‘હાઉડી મોદી’ કાર્યક્રમના પોસ્ટર પણ લાગી ગયા છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે હ્યુસ્ટન પહોંચશે જ્યાં તેઓ કેટલાંક ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે. હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રસ્તા પર કાર્યક્રમના પ્રચાર માટે પોસ્ટર લાગી ગયા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયું છે.


આ સિવાય શુક્રવારે હ્યુસ્ટનમાં એક કાર રેલી નીકળી હતી તેના દ્વારા આ કાર્યક્રમની માહિતી આપાવમાં આવી હતી. અહીં ગાડીઓ પર ભારત-અમેરિકાના ઝંડાની સાથે લોકો નીકળ્યા હતાં અને કાર્યક્રમનો પ્રચાર કર્યો હતો.


નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે. એવું પહેલી વખત બનશે જ્યારે બંને દેશના નેતા આ રીતે એક મોટા કાર્યક્રમનો ભાગ બનશે. ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય આ કાર્યક્રમમાં અમેરિકાના કેટલાંક સાંસદ, રિપબ્લિકન-ડેમોક્રેટ્સના કેટલાંક નેતા સામેલ થશે.

હ્યુસ્ટનમાં થનાર આ કાર્યક્રમમાં 50000થી વધુ ભારતીય સમુદાયના લોકો સામેલ થશે. વડાપ્રધાનના સંબોધનથી પહેલાં અહીં કેટલાંક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થવાના છે જેમાં 200થી વધુ કલાકાર સામેલ થવાના છે.