ઓટાવાઃ કેનેડામાં ચીનની સૌથી મોટી સ્માર્ટફોન કંપની હુવાવે ટેકનોલોજીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરની ધરપકડ કરાઇ છે. તેને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવી શકે છે. કાયદા વિભાગના પ્રવક્તા મૈકલોએડે કહ્યું કે, મેંગ વાનઝોઉને બ્રિટિશ કોલંબિયાના વૈંકૂવરથી 1 ડિસેમ્બરના રોજ ધરપકડ કરાઇ હતી. અમેરિકા મેંગના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે. નોંધનીય છે કે મેંગ ચીનની સૌથી મોટી સ્માર્ટફોન કંપની હુવાવે ટેકનોલોજીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર છે.

ચીને મેંગની ધરપકડનો વિરોધ કર્યો હતો અને તરત તેમને મુક્ત કરવાની માંગ કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે, અમે અમેરિકા અને કેનેડા બંન્ને પક્ષોના અધિકારીઓને ધરપકડનું કારણ સ્પષ્ટ કરવાની માંગ કરી છે અને વ્યક્તિના કાયદાકીય અધિકારીઓનું રક્ષણ કરવા માટે તેમને તરત જ મુક્ત કરવાનો આગ્રહ કર્યો છે.

સીએફઓ મેંગ વાનઝોઉ કોઇ સામાન્ય મહિલા નથી પરંતુ હુવાવેના ફાઉન્ડર રેન જેંગફેઇની દીકરી અને કંપનીના બોર્ડના ડેપ્યુટી ચેરપર્સન છે. જેંગફેઇ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીમાં એન્જિનિયર રહી ચૂક્યા છે. કહેવામાં આવે છે કે તેમનો અને તેમની કંપની હુવાવેને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મજબૂત સંબંધ છે. આટલા મોટા અધિકારીની ધરપકડથી અમેરિકા અને ચીનના ટ્રેડ વોર પર પણ પડી શકે છે. હુવાવેએ કહ્યું કે, કંપનીને લાગતું નથી કે તેમણે કાંઇ ખોટું કર્યું છે. હુવાવે કંપનીએ ક્યૂબા, સુડાન, સીરિયા અને ઇરાન જેવા દેશો પર અમેરિકા દ્ધારા લગાવવામાં આવેલા બિઝનેસ નિયંત્રણના નિયમોનો ભંગ કરવાના આરોપસર મેંગની ધરપકડ કરાઇ છે. અમેરિકા ચીની કંપની હુવાવે દ્ધારા ઇરાન વિરુદ્ધ લાગેલા પ્રતિબંધોના ભંગની તપાસ કરી રહ્યું છે.