આજે વિશ્વમાં કોઈ સંબંધ પર ભરોસો કરવા જેવો રહ્યો નથી. ક્યારે દગો મળી જાય તેની કોઈ ગેરંટી નથી. આવા જ એક દગાની સ્ટોરી એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ટીકટોક પરથી બનેલા એક એકાઉન્ટના યૂઝરે લોકોની સાથે પોતાના જ દાદા કરવામાં આવેલા દગાનો ખુલાસો કર્યો હતો. આ વ્યક્તિની પ્રેમિકાનું તેના દાદા સાથે લફરું હતું. આ વાતની જ્યારે તેને વર્ષો બાદ ખબર પડી હતી. જેનો ખુલાસો ડીએનએ ટેસ્ટ દ્વારા થયો હતો.


ઘટના બાદ આ વ્યક્તિએ તેની સાથે બનેલી ઘટના લોકો સાથે શેર કરી હતી. તેણે રડતાં રડતાં એક વીડિયો બનાવ્યો. જેમાં તે કહી રહ્યો થે કે જેને તે પોતાનો પુત્ર સમજી રહ્યો હતો તે હકીકતમાં તેનો દાદા હતો. દાદાનું અફેયર ગર્લફ્રેન્ડ સાથે ચાલતું હતુ. આ સંબંધની નિશાની પ્રેમિકાના ગર્ભમાં ઉછરી રહી હતી, જેને હું મારો પુત્ર સમજતો હતો.


વીડિયો વાયરલ થયા બાદ લોકોએ શું કહ્યું


આ વીડિયો તેણે પોસ્ટ કર્યાના ગણતરીના જ કલાકોમાં વાયરલ થયો હતો. અનેક લોકોએ તેને સાંત્વના આપી હતી. એક વ્યક્તિએ લખ્યું હિંમત ન હારો, આજે અંધારું છે તો કાલે સવાર થશે જ. એક વ્યક્તિએ કહ્યું, આવી ગર્લફ્રેન્ડ ન રાખતાં. જ્યારે કેટલાક લોકોએ તેને હિંમત આપી હતી. એક વ્યક્તિએ લખ્યું સત્ય જાણ્યા બાદ હવે તે પોતાના પુત્રને આ નજરથી નહીં જોઈ શકે. જેને તે પુત્ર માનતો હતો તે હકીકતમાં તેનો કાકો હતો.


બીજો વીડિયો પોસ્ટ કરીને યુવકે શું કહ્યું


જે બાદ આ વ્યક્તિએ બીજો વીડિયો બનાવ્યો અને તેમાં પોતાના પુત્ર માટે મેસજ છોડ્યો. આ વ્યક્તિએ કહ્યું, તે કોશિશ કરશે કે પ્રેમિકાએ કરેલી દગાની સજા પુત્રને ન મળે. તેમાં તેની કોઈ ભૂલ નથી. તેને આગળ પણ મારો પુત્ર માનીને જ પ્રેમ કરવાની કોશિશ કરીશ. લોકોએ આ વ્યક્તિને સપોર્ટ કર્યો અને જિંદગીમાં આવી જ રીતે પોઝિટિવ રહેવા કહ્યું.