બેઇજિંગઃ ચીને ઓસ્ટ્રેલિયાથી આયાત થતાં દારૂ પર એન્ટિ ડપિંગ ડ્યૂટી લગાવી છે. જેને લઈ ઓસ્ટ્રેલિયાએ વિશ્વ વ્યાપાર સંગઠનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. ચીનમાં નિકાસ ન થવાના થવાના કારણે ઓસ્ટ્રેલિયાના અનેક શહેરોમાં વાઇનની બોટલોનો સ્ટોક રાખવાની જગ્યા નથી. મોટાભાગના ગોડાઉન ફૂલ થઈ ગયા છે.


ક્યારથી ઓસ્ટ્રેલિયામાંથી ચીનમાં નથી થઈ નિકાસ


ઓસ્ટ્રેલિયામાં વાઇન કારોબાર સાથે જોડાયેલા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. જાણકારોના કહેવા મુજબ ઓસ્ટ્રેલિયામાં સેંકડો લોકોએ ચીનના બજારને ધ્યાનમાં રાખીને આ કારોબારમાં મોટું રોકાણ કર્યુ હતું. પરંતુ નિકાસ બંધ થવાથી હાલ નુકસાન થઈ રહ્યું છે. ડિસેમ્બર 2020થી ઓસ્ટ્રેલિયાથી ચીનમાં વાઈનની કોઈ નિકાસ થઈ નથી. 






માત્ર વાઇન નહીં તમામ ઉદ્યોગ પર અસર


વાઈન ઓસ્ટ્રેલિયા મુજબ 2020માં ચીનમાંથી થતી વાઇન નિકાસમાં 14 ટકાનો ઘટાડો થયો છે. ચીન સાથે વણસેલા સંબંધની અસર માત્ર વાઇન ઉદ્યોગ પર નહીં પણ તમામ વસ્તુઓની નિકાસ પર પડી રહી છે. તેમાં બીફ અને ટીંબર પણ સામેલ છે. નજીકના ભવિષ્યમાં કોઇ સુધારો થાય તેવા હાલ કોણ અણસાર નથી, ચીનમાં સૌથી વધુ વાઇન આયત ફ્રાંસથી થાય છે, ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે.


ચીનમાં કેમ પ્રખ્યાત થયો હતો ઓસ્ટ્રેલિયન દારૂ


ચીનમાં વાઇન કારોબાર સાથે સંકળાયેલા ઝેંગ લીના કહેવા મુજબ ઓસ્ટ્રેલિયન વાઇનની માંગ વધવાનું કારણે અન્ય દેશમાંથી આવતી વાઇન કરતાં શ્રેષ્ઠ અને સસ્તી છે. ઓસ્ટ્રેલિયન વાઇનમાં આલ્કોહોલની માત્રા વધારે હોય છે, જે ચીનના લોકોને પસંદ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન વાઇનના લેબલ્સ સમજવા પણ ચીનના લોકો માટે સરળ છે. જાણકારોના કહેવા મુજબ ચીનમાં ઓસ્ટ્રેલિયન વાઇનની લોકપ્રિયતા વધવા પાછળનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયાએ વર્ષો સુધી ચીનમાં મધ્યમવગ્રના લોકોને ધ્યાનમાં રાખીને વિજ્ઞાપન અભિયાન ચલાવ્યું હતું.


Milkha Singh Death: મિલ્ખાસિંહને કોણે આપ્યું હતું ફ્લાઈંગ શીખનું બીરૂદ ? જાણીને ચોંકી જશો


Corona Cases India: દેશમાં સતત બીજી દિવસે બે હજારથી ઓછા મોત નોંધાયા, જાણો આજનો લેટેસ્ટ આંકડો