Iran vs Israel Military Comparisons: જ્યારથી ઈરાને ઈઝરાયેલ પર મિસાઇલથી હુમલો કર્યો છે ત્યારથી મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ સર્જાઇ છે. આખી દુનિયા વિચારી રહી છે કે જો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થશે તો તેની અસર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડશે. ઈઝરાયલે બદલો લેવાની વાત કરીને યુદ્ધની શક્યતાને વધુ વધારી દીધી છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય તો કોણ જીતશે ? ચાલો જાણીએ કે કોની પાસે કેટલી સેના છે અને કેટલા પાવરફૂલ હથિયાર છે અને એ પણ જાણીએ કે બંને દેશોનું સંરક્ષણ બજેટ પણ કેટલું છે.


રક્ષા બજેટ 
જો આપણે બંને દેશોના સંરક્ષણ બજેટની વાત કરીએ તો ઈરાન ઘણું પાછળ હોવાનું જણાય છે. ધ સનના અહેવાલ મુજબ ઈઝરાયેલનું સંરક્ષણ બજેટ 24.2 અબજ ડૉલર છે જ્યારે ઈરાનનું સંરક્ષણ બજેટ માત્ર 9.9 અબજ ડૉલર છે.


વાયુ શક્તિ 
વાયુ શક્તિની વાત કરીએ તો બંને દેશોમાં ઇઝરાયેલ ફરી એકવાર મજબૂત દેખાય છે. ઈઝરાયેલ પાસે 612 એરક્રાફ્ટ છે જ્યારે ઈરાન પાસે 551 એરક્રાફ્ટ છે.


ટેન્ક 
ઈરાન ટેન્કના મામલે મજબૂત છે. તેની પાસે 4071 ટેન્ક છે, જે ઇઝરાયેલ કરતા બમણી છે. જ્યારે ઈઝરાયેલ પાસે માત્ર 2200 ટેન્ક છે.


સમુદ્રમાં કોની તાકાત વધુ 
બંને દેશોની દરિયાઈ સૈન્ય તાકાત પર નજર કરીએ તો ઈરાન આગળ છે. ઈઝરાયેલ પાસે 67 યુદ્ધ જહાજ છે. ઈરાન પાસે 101 યુદ્ધ જહાજ છે.


સૈનિકોના મામલામાં કોન આગળ 
સૈનિકોની બાબતમાં પણ ઈરાન ઈઝરાયેલ કરતા ચડિયાતું છે. તેની પાસે 5.75 લાખ સક્રિય સૈન્ય છે જ્યારે ઇઝરાયેલ પાસે 1.73 લાખ સૈન્ય છે. જ્યાં ઈઝરાયેલ પાસે 4.65 લાખ રિઝર્વ સૈનિકો છે, ઈરાન પાસે એટલી જ સંખ્યા 3.50 લાખ છે.


પરમાણું બૉમ્બ 
અહેવાલો અનુસાર ઈઝરાયેલ પાસે 80 પરમાણુ બૉમ્બ છે. ઈરાન પાસે છે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે ઈઝરાયેલ અહીં વધુ શક્તિશાળી લાગે છે.


આ પણ વાંચો


Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો ચલાવીને શું બોલ્યુ ઇરાન