Iran Israel Crisis: ઇરાનના વિદેશ મંત્રાલયે ઈઝરાયેલ પરના હુમલાને લઈને એક નિવેદન જાહેર કર્યું છે. ઈરાને નિવેદનમાં કહ્યું છે કે તેણે હાનિયા અને હસન નસરાલ્લાહના મોતનો બદલો લેવા માટે આ હુમલો કર્યો છે. ઈરાને એવો પણ દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલની સૈન્ય અને સુરક્ષા સંસ્થાઓને નિશાન બનાવી હતી.
મોટી કિંમત ચૂકવવાના ઈઝરાયેલના નિવેદન અંગે ઈરાને કહ્યું છે કે અમને સ્વરક્ષણનો અધિકાર છે. ઇરાન સ્વરક્ષણ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઈરાને કહ્યું કે તેણે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના અનુચ્છેદ 51માં સમાવિષ્ટ સ્વ-બચાવના જન્મજાત અધિકાર અનુસાર ઈઝરાયેલ પર હુમલો કર્યો છે.
ઇઝરાયેલના હુમાલા પર ઉઠાવ્યા સવાલો
ઇરાને તેના નિવેદનમાં વધુમાં કહ્યું છે કે લાંબા સમય સુધી સંયમ રાખ્યા બાદ સ્વરક્ષણના અધિકારનો આશરો લેવો એ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા પ્રત્યે તેના જવાબદાર વલણને દર્શાવે છે. એવા સમયે જ્યારે પેલેસ્ટિનિયન લોકો સામે ઇઝરાયેલની વધુ નરસંહારની નીતિઓ અને લેબનોન અને સીરિયા સામે તેના વારંવારના લશ્કરી હુમલાઓ અવિરત ચાલુ છે.
સંયુક્ત રાષ્ટ્ર પરિષદને કર્યુ આ આહવાન
ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન, ઇસ્લામના નૈતિક સિદ્ધાંતો અને ઉચ્ચ ઉપદેશો પર આધારિત છે, અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ બિન-ભેદભાવના સિદ્ધાંતનું સંપૂર્ણ પાલન કરે છે, ખાસ કરીને તેના રક્ષણાત્મક મિસાઇલ સ્ટ્રાઇક્સમાં શાસનની લશ્કરી અને સુરક્ષા સંસ્થાઓને નિશાન બનાવે છે. ઈરાન ઈસ્લામિક રિપબ્લિક યૂનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલને ઇઝરાયેલની અવિચારી ક્રિયાઓને રોકવા તેને આર્થિક અને લશ્કરી રીતે ટેકો આપનારાઓને રોકવા અને તૃતીય-પક્ષની સંડોવણી સામે ચેતવણી આપવા માટે પગલાં લેવા હાકલ કરે છે.
પોતાની રક્ષા માટે કોઇપણ પગલા ઉઠાવવા તૈયાર
ઈરાને વધુમાં જણાવ્યું હતું કે ઈરાન કોઈપણ આક્રમક સૈન્ય કાર્યવાહી અને બળના ગેરકાયદેસર ઉપયોગ સામે તેના કાયદેસરના હિતોની અને તેની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે, જો જરૂરી હોય તો, આ સંદર્ભે વધુ રક્ષણાત્મક પગલાં લેશે.
આ પણ વાંચો