Imran khan Arrest: પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઇમરાન ખાનની ધરપકડ બાદ અત્યારે દેશમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા છે, દેશમાં સ્થિતિ એકદમ કથળી ગઇ છે. સેના અને ઇમરાન ખાનના સમર્થકો આમને સામને આવી ગયા છે, ઠેર ઠેર હિંસા અને આગચંપીના બનાવો બની રહ્યાં છે. પીટીઆઈ સમર્થકોએ પાકિસ્તાનના ઘણા શહેરોમાં હંગામો શરૂ કર્યો. આ દરમિયાન 19 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ બધાની વચ્ચે પાકિસ્તાની સરકાર એટલે કે શાહબાઝ શરીફની સરકાર આ માટે ભારતને જવાબદાર ગણાવ્યુ છે અને ગંભીર આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફના વિશેષ સહાયક અત્તા તરારએ દાવો કર્યો છે કે, આરએસએસ અને ભાજપ દ્વારા મોકલવામાં આવેલા લોકો પાકિસ્તાનમાં તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે.


પીએમ શાહબાઝ શરીફના ખાસ મદદનીશ અત્તા તરરે 10 મેના રોજ મીડિયા બ્રીફિંગમાં કહ્યું હતું કે, જે લોકો તોડફોડ કરી રહ્યા છે, અને આગ લગાવી રહ્યા છે. આ તમામ લોકો ભારતમાંથી આવ્યા છે. આ લોકોને RSS અને BJP દ્વારા મોકલવામાં આવ્યા છે. ઈમરાન ખાનની ધરપકડ પાછળ RSS અને BJP સાથે જોડાયેલા લોકોનો હાથ છે. આ ઘટના બાદ ભારતમાં ઉજવણી થઇ હતી, આરએસએસ અને ભાજપે આની ઉજવણી કરી છે.


પાકિસ્તાની મંત્રીએ બીજેપી પર લગાવ્યો આરોપ  - 
અત્તા તરારે કહ્યું કે, પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે તેના સંદર્ભમાં ભારતમાં મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. બધું RSSના ઈશારે થયું. ઈમરાન ખાનની ધરપકડ બાદથી દેશભરમાં વ્યાપક અશાંતિ અને હિંસક અરાજકતા ફેલાઈ ગઈ છે.


વિરોધીઓએ રાવલપિંડીમાં જનરલ હેડક્વૉર્ટર (GHQ) તરફ જતા રસ્તાઓ પર ઠેર ઠેર આગચંપી કરી, ટાયર સળગાવ્યા અને ઇંટો અને બ્લૉક્સ ફેંક્યા, જ્યારે અન્ય લોકોએ GHQ ના મુખ્ય ગેટ પર પથ્થરો અને ઇંટો ફેંકી. ઈસ્લામાબાદ, લાહોર, કરાચી, પેશાવર તથા દેશભરના અન્ય મોટા શહેરોમાં પીટીઆઈના સમર્થકોએ પોતાનો ગુસ્સો બતાવતા મેઇન રસ્તઓ બંધ કરી દીધા હતા.


 


Imran Khan Arrest: પાકિસ્તાનમાં સ્થિતિ તણાવપૂર્ણ, પંજાબ-ખૈબર પખ્તુનખ્વામાં સૈન્ય શાસન


Imran Khan News: પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાનની મંગળવારે સાંજે ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારથી ઇમરાનની ધરપકડ થઈ છે ત્યારથી તેમની પાર્ટીના સમર્થકો અને સેના આમને-સામને આવી ગયા છે. અનેક જગ્યાએ આગચંપી, હિંસા ફાટી નીકળી છે હિંસામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે.


પાકિસ્તાને પંજાબ-ખૈબર પખ્તુનખ્વામાં સેના બોલાવી


ઈમરાન ખાનને લઈને કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુનાવણી દરમિયાન પૂર્વ પીએમ ઈમરાને અનેક દાવા કર્યા હતા. તેણે કહ્યું કે તેને કસ્ટડીમાં ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા છે પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં સૈન્ય શાસન લાદવામાં આવ્યું છે. પાકિસ્તાને પંજાબ-ખૈબર પખ્તુનખ્વામાં સેના બોલાવી છે.


સમગ્ર વિશ્વમાં ઈમરાન ખાનના સમર્થકો બહાર આવી રહ્યા છે


માત્ર પાકિસ્તાનમાં જ નહીં સમગ્ર વિશ્વમાં લોકો ઈમરાન ખાનના સમર્થનમાં આગળ આવી રહ્યા છે.અમેરિકાથી લઈને બ્રિટન અને અન્ય પશ્ચિમી દેશોમાં ઈમરાન ખાનના સમર્થકો એકઠા થઈ રહ્યા છે. તેઓ ઈમરાનની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે.