PM Modi America Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડનના આમંત્રણ પર આવતા મહિને અમેરિકાની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે બુધવારે આ જાણકારી આપી હતી.

Continues below advertisement






મંત્રાલયના નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદીની આગામી અમેરિકા મુલાકાત દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધોના વધતા મહત્વ અને બંન્ને પક્ષોના સ્વતંત્ર ઈન્ડો-પેસિફિક વિચારોને રેખાંકિત કરે છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે 22 જૂને તેમના (PM મોદી) માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે.






વિદેશ મંત્રાલયે શું કહ્યું?


વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાની સત્તાવાર મુલાકાત લેશે, જેમાં 22 જૂન 2023ના રોજ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની આ મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડનના આમંત્રણ પર થઈ રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીની આ મુલાકાત બંને દેશોના સમગ્ર અને પ્રગતિશીલ વૈશ્વિક વ્યૂહાત્મક જોડાણને વધુ ગાઢ બનાવવા માટે મૂલ્યવાન તક પૂરી પાડશે.


જોકે મંત્રાલયે પીએમ મોદીની મુલાકાતની તારીખની કોઇ જાણકારી આપી નથી. પ્રવાસની તૈયારીઓમાં સંકળાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે હાલમાં તેમની અમેરિકા મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે. એવી સંભાવના છે કે તેમની મુલાકાત 21 જૂનથી શરૂ થઈ શકે છે અને તે ચાર દિવસની હોઈ શકે છે.


કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે?


નિવેદન અનુસાર, મુલાકાત દરમિયાન મોદી અને બાઇડન વચ્ચે વેપાર, ટેકનોલોજી, શિક્ષણ, ઉદ્યોગ, સ્વચ્છ ઉર્જા, સંરક્ષણ, સુરક્ષા, આરોગ્ય, સંશોધન સહિત સામાન્ય હિતના દ્વિપક્ષીય મુદ્દાઓની સમીક્ષા થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ ભારત-યુએસ ગઠબંધનને મજબૂત કરવા અને G20 સહિત બહુપક્ષીય મંચોમાં સહયોગ વધારવાના માર્ગો શોધશે.


અમેરિકાએ શું કહ્યું?


વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડન પીએમ મોદીનું અમેરિકામાં સત્તાવાર મુલાકાત દરમિયાન સ્વાગત કરશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કે જીન-પિયરે જણાવ્યું કે રાષ્ટ્રપતિ 22 જૂને પીએમ મોદીના સન્માનમાં ડિનરનું આયોજન કરશે. તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.