Imran Khan Arrested:

  પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. તેની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી છે. આટલું જ નહીં તેની સાથે મારપીટના સમાચાર પણ આવી રહ્યા છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ ઈસ્લામાબાદ પોલીસે કહ્યું કે શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.  


અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની વાત કરીએ તો આ એક યુનિવર્સિટી સાથે જોડાયેલો મામલો છે.ઇમરાન પર આરોપ છે કે તેણે પીએમ તરીકે આ યુનિવર્સિટીને કરોડો રૂપિયાની જમીન ગેરકાયદેસર રીતે આપી હતી.


આ કેસનો ખુલાસો પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ મલિક રિયાઝે કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે ઈમરાન અને તેની પત્નીએ ધરપકડનો ડર બતાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લીધી.


ઈમરાન ખાન પર પૂર્વ પત્નીએ શું લગાવ્યો હતો આરોપ ?


ગત વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો એક વાંધાજનક ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોમાં ઈમરાન ખાન એક મહિલા સાથે સેક્સ ચેટ કરતો હતો.. ઈમરાનના બે ઓડિયો વાઈરલ થયા હતા, જેમાંથી એક ઓડિયો જૂનો છે અને એક ઓડિયો ઘટનાના થોડા દિવસો પહેલાનો જ હોવાનું કહેવાય છે. દાવો કરવામાં આવ્યો હતો કે ઈમરાન ખાન જેની સાથે સેક્સ ચેટ કરી રહ્યો હતો તે મહિલા પાકિસ્તાનની પૂર્વ સાંસદ અને પીટીઆઈની નેતા હતી. બીજા ઓડિયોમાં તે એક મહિલાને તેની નજીક આવવાનું કહેતો હતો


ઈમરાનનો ઓડિયો વાયરલ થયા બાદ ફરી એકવાર તેની પૂર્વ પત્ની રેહમ ખાન ચર્ચામાં આવી હતી. રેહમે પોતાની આત્મકથામાં ઈમરાન ખાનની સેક્સુઆલિટી સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા હતાં. તેણે કહ્યું હતું કે, ઈમરાનની ઈમેજ પ્લેબોય જેવી છે. લોકો માનતા હતા કે લગ્ન પછી તે સુધરી જશે. પણ એવું કંઈ નહોતું. તેણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ઇમરાને જ તેને કહ્યું હતું કે જે કામ આદત બની ગયું છે તેને સુધારી શકાતું નથી. પૂર્વ પત્ની રેહમે તો એવો પણ સનસની દાવો કર્યો હતો કે ઈમરાન ખાન ગે છે.


'ઈમરાનની પ્લેબોય ઈમેજ'


ઓડિયો આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર ઈમરાનની ટીકા કરી હતી. પાકિસ્તાનના લોકો કહેતા હતા કે, ઈમરાને પોતાની સ્વચ્છ છબી બતાવીને દેશને મૂર્ખ બનાવ્યો છે. જોકે ઈમરાનની ઈમેજ ક્યારેય સ્વચ્છ રહી નથી. ઈમરાનને હંમેશા પ્લેબોય કહેવામાં આવે છે. રેહમે પુસ્તકમાં લખ્યું છે કે, ઈમરાનની રુચિ માત્ર મહિલાઓમાં જ નહીં પુરૂષોમાં પણ રહી છે. તેણે દાવો કર્યો હતો કે ઈમરાન પૂર્વ ક્રિકેટર ઝાકિર ખાન તરફ આકર્ષાયો હતો.


'ઈમરાન તમામ પ્રકારની દવાઓ લે છે'


પાકિસ્તાને 2018માં ઈમરાન ખાનને વડાપ્રધાન બનાવ્યા હતા. ઈમરાન ખાનના સમર્થકો તેમને સાદિક અને અમીન હોવાનો દાવો કરતા આવ્યા હતા. પરંતુ ઈમરાનના ડ્રગ્સની લત અને ગેરકાયદે સંબંધોના સમાચાર હંમેશા ચર્ચામાં રહે છે. રેહમે દાવો કર્યો હતો કે, ઈમરાને એકવાર તેને કહ્યું હતું કે, તેને પાંચ ગેરકાયદેસર બાળકો છે. પુસ્તકમાં રેહમે જણાવ્યું હતું કે, ઈમરાન કોકેઈન સહિત તમામ પ્રકારના ડ્રગ્સ લે છે. તેણે દાવો કર્યો હતો કે, એક વખત ઈમરાને ખાલી પેટે ડ્રગ્સનું સેવન કર્યું હતું જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો.