નવી દિલ્હી: ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ બન્ને દેશ વચ્ચે તણાવ વધી ગયો છે. પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે મંગળવારે સવારે 3.30 વાગે ભારતીય વાયુસેનાએ લડાકૂ વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદનો સૌથી મોટા આતંકી કેમ્પ પર હવાઇ હુમલો કર્યો. જેમાં 300થી વધુ આતંકીઓ માર્યા જવાના અહેવાલ છે. તેના બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે.


ઈમરાન ખાને કહ્યું કે ગઈકાલથી જે માહોલ બની રહ્યો છે. તે યોગ્ય નથી. અમે પુમલામા બાદ તપાસ કરવાનું વચન આપ્યું હતું. પાકિસ્તાન છેલ્લા 10 વર્ષથી આતંકવાદ સામે લડી રહ્યું છે. અમે હિંદુસ્તાનને કહ્યું હતું કે કોઈ પણ તપાસ કરવા માટે અમે તૈયાર છીએ.

પાકિસ્તાનને LoCમાં ઘૂસણખોરી કરવી મોંઘી પડી, ભારતીય સેનાએ 7 ચોકી તોડી પાડી

ઈમરાને કહ્યું કે અમે આતંકવાદ પર વાતચીત કરવા તૈયાર છે. જો ભારત આતંકવાદ પર વાત કરવા ઈચ્છે તો પાકિસ્તાન વાત કરવા તૈયાર છે. ઇમરાને કહ્યું કે આ મુદ્દે વાતચીત કરવી જોઈએ. તેમણે કહ્યું જો યુદ્ધ થશે તો ના તો મોદી અને ના તો મારા નિયંત્રણમાં રહેશે.

તેમણે કહ્યું કે પાકિસ્તાનના હકમાં નથી કે તેની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે થાય. મે કહ્યું હતું કે જવાબ આપવો અમારી મજબૂરી રહેશે. ભારતે ગઈકાલે સવારે એક્શન લીધી, અમને ખબર જ નહતી કે પાકિસ્તામાં કેટલું નુકશાન થયું છે. આજે અમે એક્શન લીધી નથી. અમે માત્ર અમારી તાકાત બતાવવા માંગતા હતા. જો તમે અમારા દેશમાં આવી શકો છો તો અમે પણ તમારા દેશમાં આવી શકીએ છે.

ભારતે પાકિસ્તાનના લડાકૂ વિમાનને તોડ્યુ, અમારુ મિગ-21 ક્રેશ, એક પાયલટ મિસિંગઃ MEA

એરપોર્ટ પર એલર્ટ, ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને તેના જ F-16 વિમાનને તોડી પાડ્યુ, જાણો વિગતે
ઈમરાન ખાને કહ્યું કે ભારતના બે વિમાનોને તોડી પાડ્યા છે. તેના પાયલટ અમારી પાસે છે. હું ભારતને કહેવા માંગુ છું કે જેટલા પણ યુદ્ધ થયા છે તેમાં ભુલો થઈ છે. ઈમરાને આ દરમિયાન વિશ્વ યુદ્ધ સહિત અનેક યુદ્ધોના ઉદાહરણ આપ્યા. તેમણે કહ્યું કે બન્ને દેશો પાસે જે હથિયાર છે તેનાથી આ સમયમાં યુદ્ધ ગમે ત્યાં કરી શકાય છે. અમે ફરી કહેવા માંગીએ છે કે પુલવામાની તપાસ કરવા માટે અમે તૈયાર છે.