ઓસ્ટ્રેલિયામાં રહેતી 8 વર્ષની રૂબી મેકલેલન જ્યારે 6 વર્ષની હતી ત્યારે ઘરની માલિક બની હતી. નવાઈની વાત એ છે કે, તેણે આ ઘર ખરીદ્યું હતું. તેના ઘરની કિંમત 3 કરોડ રૂપિયા છે.


ખોરાક, વસ્ત્ર અને આશ્રય એ માનવીની ત્રણ સૌથી મહત્વની જરૂરિયાતો છે.  અન્ન અને કપડાની વ્યવસ્થા કરવી હજું પણ સરળ છે, પરંતુ ઘર બનાવવું ખૂબ મુશ્કેલ છે. વ્યક્તિનું આખું જીવન પસાર થઈ જાય છે પરંતુ ઘણી વખત તે પોતાના માટે છત બાંધવામાં સક્ષમ નથી હોતો. ઘણી વખત લોકો તેમની યુવાનીમાં ઘર ખરીદે છે, પરંતુ તેના હપ્તા ચૂકવતા સુધીમાં તેઓ વૃદ્ધ થઈ જાય છે. પરંતુ 6 વર્ષની બાળકીએ એ એવું કામ કર્યું છે કે લોકો આશ્ચર્યમાં પડી રહ્યા છે. આટલી નાની ઉંમરમાં આ છોકરી 3 કરોડના મકાની માલિક થઇ ગઇ છે.


ડેઈલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાની રહેવાસી 8 વર્ષની રૂબી મેકલેલન જ્યારે 6 વર્ષની હતી ત્યારે એક ઘરની માલિક બની ગઈ હતી. નવાઈની વાત એ છે કે તેણે આ ઘર ખરીદ્યું હતું. તેના ઘરની કિંમત 3 કરોડ રૂપિયા છે. તો તમારા મનમાં આ પ્રશ્ન આવતો હશે કે આટલી નાની છોકરી પાસે 3 કરોડ કેવી રીતે આવ્યાં


બાળકોએ સાથે મળીને ઘર ખરીદ્યું


વાસ્તવમાં, રૂબીએ આ ઘર તેના બે મોટા ભાઈ-બહેન એંગસ (14 વર્ષ) અને લ્યુસી (13 વર્ષ)ની મદદથી ખરીદ્યું હતું. ત્રણેયએ નક્કી કર્યું હતું કે તેઓ પોકેટમની બચાવશે અને ઘર ખરીદશે. ત્રણેએ મળીને 3 હજાર પાઉન્ડ (3 લાખ રૂપિયા) બચાવ્યા અને ઘર માટે ડિપોઝિટ આપી. વિક્ટોરિયામાં ખરીદાયેલા આ 4 રૂમના ઘરની કિંમત હવે લગભગ 5 કરોડ રૂપિયા છે. તેના પિતા હવે બાકીના પૈસા ચૂકવશે.


જો કે બાળકોની સફળતાથી દરેક જણ ખુશ નથી. લોકો સોશિયલ મીડિયા પર બાળકોના માતા-પિતાને ટ્રોલ કરે છે અને તેમને ખરાબ માતાપિતા કહે છે. છતાં બાળકોના પિતા કેમ મેકલિન તેમની વાત પર ધ્યાન આપતા નથી. તેમનું માનવું છે કે, લોકોએ પોતાની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને અન્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. ડેઈલી મેલ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, બીજા માટે ખરાબ બોલવું સરળ છે. તેમના પિતાએ કહ્યું કે જ્યારે આ બાળકો મેચ્યોર થશે ત્યારે આ મિલકત વેચી દઇશું અને  અને નફો એક સાથે વહેંચશે.