લંડન: બ્રિટેનના પ્રધાનમંત્રી ટેરેસા મે એ કહ્યું કે કાશ્મીરને લઈને બ્રિટેનના વલણમાં કોઈ ફેરફાર થશે નહીં, આ ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો દ્ધિપક્ષીય મુદ્દો છે. જેને બન્ને દેશોએ સાથે મળીને ઉકેલવો જોઈએ. તમને જણાવી દઈએ રે લેબર પાર્ટીની સાંસદ યાસ્મીન કુરેશીએ હાઉસ ઑફ કૉમન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. યાસ્મીનનો પાકિસ્તાનમાં જન્મ થયો છે. યાસ્મીને પૂછ્યું હતું કે શું ટેરેસાનો ભારત પ્રવાસ વખતે કાશ્મીર મુદ્દા પર વાત થશે.
પ્રધાનમંત્રી ટેરેસા 6થી 8 નવેમ્બરની વચ્ચે ભારત પ્રવાસ આવશે. તેમને કાશ્મીર મુદ્દાના એંજડામાં જોડાવવાનો ઈનકાર કરી દીધો છે. તેમને કહ્યું, કાશ્મીર એવો મુદ્દો છે જેમાં ભારત અને પાકિસ્તાને સાથે મળીને ઉકેલવો જોઈએ. ભારત પ્રવાસ વખતે ટેરેસા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સાથે ભારત- બ્રિટેન ટેકનીક શિખર સંમેલનનું ઉદ્દઘાટન કરશે. તેમની સાથે તેમના અંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી લિયાસ ફૉક્સ અને બ્રિટેનના લઘુ અને મધ્યમ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સહિત એક વેપાર પ્રતિનિધિમંડળ ભારત આવશે.