નવી દિલ્લીઃ ઇટલીમાં બુધવારે સાંજે સ્થાનિક સમય અનુસાર 7 વાગે ભૂકંપના ઝડકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.5 રિક્ટર સ્કેલની માપવામાં આવી હતી. બે મહિન પહેલા મધ્ય ઇટલીમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેમા અંદાજે 300 લોકોના મોત થયા હતા. તેમજ અમેરિકાના જિયોલૉજિકલ સર્વેના જણાવ્યા અનુસાર ઇટલીના પેરૂગિયામાં 6.4 તીવ્રવતાનો ભૂકંપ માપવામાં આવ્યો હતો.
રોમમાં આવેલા ભૂકંપથી ઐતિહાસિક ઇમારતો ઝૂલતી નજરે પડી હતી. ભૂકંપનું કેંદ્ર બિંદું રોમની ઉત્તરમાં 80 કિમી દૂર હતું.રોમ અને આસ-પાસના શહેરોના લોકોએ જણાવ્યું હતું કે, અંદાજે 7 વાગે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે, ઇમારતો ઝૂલતી નજરે પડી હતી. ઇટલીના રાષ્ટ્રીય જ્વાળામુખી વિજ્ઞાન કેંદ્રએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેંદ્ર પેરુગિયા નજીક મેકેરાતામાં હતું. યૂએસ જિયોલૉજિકલ સર્વે મુજબ ભૂકંપનું કેંદ્ર પૃથ્વીના પેટાળમાં 10 કિમી દૂર હતું.