અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ અને દંડ વસૂલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ પાછળનું કારણ આપ્યું, ભારત અને અમેરિકા  મિત્ર હોવા છતાં ભારત ક્યારેય વેપારની દ્રષ્ટિએ ખૂબ સહયોગી રહ્યું નથી. ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે અને ત્યાં નોન-મોનેટરી  વેપાર અવરોધો પણ ખૂબ જટિલ અને આપત્તિજનક છે. ટ્રમ્પે કહ્યું, આ જ કારણ છે કે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર વ્યવહારો સીમિત રહ્યા  છે.

 

ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા, ટ્રમ્પને ખટકી, ટ્રૂથ પર લખ્યું 

યાદ રાખો, ભારત અમારુ મિત્ર છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમે તેની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે કારણ કે તેના ટેરિફ ખૂબ ઊંચા છે, વિશ્વમાં સૌથી વધુ છે, અને  કોઈપણ દેશની તુલનામાં તેને ત્યાં સૌથી કઠોર અને નોન-મોનેટરી  વેપાર અવરોધો પણ છે. વધુમાં, તેણે હંમેશા તેના મોટાભાગના લશ્કરી સાધનો રશિયા પાસેથી ખરીદ્યા છે, અને ચીન સાથે તે રશિયાનો સૌથી મોટો ઉર્જા ખરીદનાર છે, તે પણ એવા સમયે જ્યારે દરેક ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં હત્યા બંધ કરે - બધું બરાબર નથી! તેથી ભારતે 1 ઓગસ્ટથી  25 % ટેરિફ અને ઉપરોક્ત તમામ બાબતો માટે દંડ ચૂકવવો પડશે. આ બાબતમાં ધ્યાન આપવા બદલ આભાર. 

ટ્રેડ ડીલને લઈને ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી વાતચીત્ત ચાલુ હતી. હવે ટ્રમ્પે પોતે આ અંગે જાણકારી આપી છે.  અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.

રશિયા પાસેથી ભારત દ્વારા તેલ ખરીદવાની ટ્રમ્પની ટીકાના જવાબમાં, ભારત સરકારે પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય દેશની ઉર્જા જરૂરિયાતો અને બજેટ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ઘણી વખત કહ્યું છે કે ભારતની તેલ આયાત રાજકીય વ્યૂહરચના પર આધારિત નથી, પરંતુ બજારની માંગ પર આધારિત છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકપક્ષીય રીતે જાહેરાત કરી કે ભારત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે ભારતે 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે. ટ્રમ્પના મતે, ભારત, ભલે અમેરિકાનો મિત્ર દેશ હોય, પરંતુ વેપારની દ્રષ્ટિએ ક્યારેય સંપૂર્ણ સહકારી રહ્યું નથી.