LCA Tejas has crashed : દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું હોવાના અહેવાલ છે. સ્થાનિક સમય મુજબ બપોરે 2:10 વાગ્યે જેટ ક્રેશ થયું હતું.

Continues below advertisement

Continues below advertisement

સમાચાર એજન્સી એપી અનુસાર, પાઇલટ બહાર નીકળ્યો કે નહીં તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જ્યાં એર શો ચાલી રહ્યો હતો ત્યાં  ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યો હોવાના અહેવાલ છે.

વિમાન હવામાં  શાનદાર વળાંક લઈ રહ્યું હતું ત્યારે અચાનક તેણે કાબુ ગુમાવ્યો. થોડીક જ સેકન્ડોમાં તેજસ સીધું જમીન તરફ જતું દેખાયું. ટક્કર થતાં એક જોરદાર વિસ્ફોટ થયો હતો અને અલ મક્તોમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ઉપર કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. 

સૌથી મોટી ચિંતા પાઇલટની સ્થિતિ અંગે રહે છે. તે સમયસર બહાર નીકળ્યો કે નહીં તે સ્પષ્ટ નથી. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માહિતીની ચકાસણી કરવામાં આવી રહી છે.

દુબઈ એર શો વિશ્વના અગ્રણી ઉડ્ડયન કાર્યક્રમોમાંનો એક છે, જ્યાં વિશ્વભરના એરલાઇન્સ અને લશ્કરી ઉત્પાદકો તેમની ટેકનોલોજીનું પ્રદર્શન કરે છે. આ અકસ્માતે એર શોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તાત્કાલિક સ્થળ પર ઈમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી હતી, અને ઉડ્ડયન અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.

તેજસ એરક્રાફ્ટ શું છે ?

ભારતીય વાયુસેનાનું તેજસ એરક્રાફ્ટ એક ફાઇટર એરક્રાફ્ટ છે જે સંપૂર્ણપણે ભારતમાં ઉત્પાદિત છે. તે એકદમ હળવું અને ઝડપી બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે તેને વધુ ચપળતાથી ઉડવા અને વિવિધ લડાઇ કાર્યો કરવા સક્ષમ બનાવે છે. તે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. તે 4.5 ન્યૂ જનરેશન વિમાન છે, એટલે કે તેમાં ઘણી નવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે. તેજસ નાનું અને હળવું છે, અને તેને સુપરસોનિક કહેવામાં આવે છે, એટલે કે તે અવાજની ગતિ કરતાં વધુ ઝડપથી ઉડી શકે છે.