વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડની ચૂંટણીમાં પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્નની પાર્ટીએ ભારે બહુમત હાસિલ કરી બધા રેકોર્ડ તોડી દીધા હતા. તો હવે ભારતીય મૂળના ડો. ગૌરવ શર્માએ દેશની સંસદના સભ્ય તરીકે શપથ લીધા અને આ દરમિયાન ઈતિહાસ રચી દીધો છે. હમીરપુરના ડોક્ટર શર્માએ સંસ્કૃતમાં શપથ લીધા ત્યારબાદ તેઓ ચર્ચામાં છે. તેઓ દુનિયાના બીજા નેતા છે, જેમણે વિદેશની ધરતી પર સંસ્કૃતમાં શપથ લીધા છે.


ન્યૂઝીલૅન્ડમાં ભારતના હાઈકમિશનર મુક્તેશ પરદેશીએ ટ્વીટ કરીને લખ્યું, "ન્યૂઝીલૅન્ડની સંસદમાં સૌથી નાના સાંસદ તરીકે ડૉ. ગૌરવ શર્મા ચૂંટાયા, જેમણે પહેલાં ન્યૂઝીલૅન્ડની મૂળ માઓરી ભાષામાં અને પછી ભારતની ભાષા સંસ્કૃતમાં શપથ લીધા. તેમણે ભારત અને ન્યૂઝીલૅન્ડની સંસ્કૃતિ માટે સન્માન બતાવ્યું હતું."

જ્યારે તેમને હિંદીના બદલે સંસ્કૃત પસંદ કરવા અંગે પૂછવામાં આવ્યું તો જવાબમાં તેમણે ટ્વીટ કરીને લખ્યું, "મેં એવું નહોતું વિચાર્યું પરંતુ પ્રશ્ન એ પણ છે કે પહાડી કે પંજાબી મારી પ્રથમ ભાષા છે. બધાને ખુશ ન રાખી શકાય. સંસ્કૃત કરીને બધી ભારતીય ભાષાઓને સન્માન આપ્યું. જોકે ઘણાં બધા લોકોની જેમ હું પણ સંસ્કૃત નથી બોલી શકતો."


ગૌરવ શર્માએ લેબર પાર્ટીના શર્માએ નેશનલ પાર્ટીના ટિમ મસિન્ડોને 4386 મતે હરાવ્યા હતા. આ પહેલા તેઓ 2017મા ચૂંટણીમાં ઉતર્યા હતા. તેઓ કહે છે કે લોકોનું પ્રતિનિધિત્વ કરવા પર ખુદને ભાગ્યશાળી માને છે. રાજનીતિમાં રચિ ઉત્પન્ન થવાને કારણે શર્માએ 2014મા વોલેન્ટિયર તરીકે પાર્ટી જોઇન કરી હતી.