દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન એક ભારતીય તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું હતું. તેમાં સવાર પાયલટનું મૃત્યુ થયું. વિડિયોમાં તેજસ જેટ આકાશમાં એરોબેટિક પ્રદર્શન કરી રહ્યું છે, અચાનક જમીન સાથે અથડાય છે અને ત્યારબાદ એક મોટો વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ તેજસમાં ભયંકર આગ લાગી જાય છે. ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
અચાનક કેઈ રીતે ક્રેશ થયું તેજસ જેટ ?
આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે 2:10 વાગ્યે બની હતી, જ્યારે હજારો દર્શકો વિમાનના એરોબેટિક પ્રદર્શન જોઈ રહ્યા હતા. હવામાં વળાંક લેતી વખતે, પાઇલટે અચાનક સ્વદેશી રીતે બનાવેલા LCA તેજસ ફાઇટર જેટ પરનો કાબુ ગુમાવ્યો અને વિમાન જમીન પર ક્રેશ થયું. અકસ્માત બાદ દુબઈ એર શોને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેનાએ દુબઈમાં તેજસ જેટના ક્રેશની પુષ્ટિ કરી છે. IAF એ જણાવ્યું હતું કે, "દુબઈ એર શો 2025 માં ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન ક્રેશ થયું છે. હાલ તો વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે.
4.5 - જનરેશનના વિમાન તેજસની ખાસિયત
તેજસ એ 4.5 -જનરેશનનું મલ્ટી રોલ કોમ્બૈટ એરક્રાફ્ટ છે. જે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા હવાઈ સંરક્ષણ મિશન, આક્રમક હવાઈ સહાય અને નજીકના યુદ્ધ કામગીરી માટે વિકસાવવામાં આવ્યું છે. તેને તેના વર્ગમાં સૌથી હળવા અને નાના લડાયક વિમાનોમાંનું એક માનવામાં આવે છે. તે જમીન અને દરિયાઈ કામગીરી માટે પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે તેને ભારતના સૌથી વધુ અનુકૂલનશીલ સ્વદેશી પ્લેટફોર્મમાંનું એક બનાવે છે.
બીજી વખત સામે આવી તેજસ સાથે જોડાયેલી દુર્ઘટના
તેજસ વિમાન સાથે સંકળાયેલો આ બીજો અકસ્માત છે; પ્રથમ અકસ્માત 2024 માં જેસલમેર નજીક થયો હતો. દુબઈ એર શો દર બે વર્ષે યોજાય છે અને તેને વિશ્વના સૌથી મોટા એરોસ્પેસ ઇવેન્ટ્સમાંનો એક માનવામાં આવે છે. તે 150 દેશોના 1500 થી વધુ પ્રદર્શકો અને 1,48,000 થી વધુ ઉદ્યોગ નિષ્ણાતોને આકર્ષે છે.
તેજસ એરક્રાફ્ટ શું છે ?
ભારતીય વાયુસેનાનું તેજસ એરક્રાફ્ટ એક ફાઇટર એરક્રાફ્ટ છે જે સંપૂર્ણપણે ભારતમાં ઉત્પાદિત છે. તે એકદમ હળવું અને ઝડપી બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે તેને વધુ ચપળતાથી ઉડવા અને વિવિધ લડાઇ કાર્યો કરવા સક્ષમ બનાવે છે. તે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસાવવામાં આવ્યું હતું.