કુરેશીએ કહ્યું હતું કે, પાકિસ્તાનની પાસે ‘વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે ભારત પાકિસ્તાન પર વધુ એક હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. એટલું જ નહીં પાકિસ્તાને ભારતીય ઉપ ઉચ્ચાયુક્ત ગૌરવ અહલુવાલિયાને સૌંપી દીધો અને ‘કોઇપણ દુસ્સાહસ’ને લઇને ચેતાવણી જાહેર કરી હતી.
પાકિસ્તાનના આ દાવોનો ભારતે જવાબ આપ્યો, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે તીખા શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાની વિદેશ મંત્રીની ટિપ્પણીનો હેતુ પ્રદેશમાં યુદ્ધ ઉન્માદ ફેલાવનારી છે. પાકિસ્તાને આવી અફવાઓ ફેલાવવાને બદલે પોતાના દેશમાં ચાલી રહેલા આતંકવાદ વિરુદ્ધ વિશ્વસનીય પગલા ભરવાની જરૂર છે.