ઈન્ડોનેશિયાના અધિકારીઓએ બોઈંગ 738-500 ક્લાસિક વિમાનના લોકેશન કન્ફર્મ કરવા માટે શોધખોળ અને બચાવ અભિયાન શરુ કરી દીધું છે.
શ્રીવિજય એર ફ્લાઈટનો જર્કાતાના સોએકરનોહાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભર્યાના ચાર મિનિટની અંદર જ 10 હજાર ફૂટ ઈંચાઈ પહોંચ્યા બાદ સંપર્ક ટૂટી ગયો હતો.
ઈન્ડોનેશિયાના પરિવહન મંત્રાલયના પ્રવક્તા અદિતા ઈરાવતીએ કહ્યું કે, બોઈંગ 737-500 વિમાન બપોરે 1.56 વાગ્યે જકાર્તાથી ઉડાન ભરી હતી અને 2.40 વાગ્યે તેનો સંપર્ક તૂટી ગયો હતો . તેમણે એક નિવેદનમાં કહ્યું કે, લાપતા વિમાનની તપાસ ચાલી રહી છે.