નવી દિલ્હીઃ દુનિયામાં ઘણીબધી અજીબો ગરીબ વસ્તુઓ છે, પરંતુ શું તમે સમુદ્ર પર વસેલા ગામ વિશે સાંભળ્યું છે. તે પણ હાલના સમયની અત્યાધુનિક ટેકનિકની મદદથી આજે નહીં પરંતુ સેંકડો વર્ષો પહેલાથી જ વસેલુ છે, અને તેનો વસવાનો પોતાનો ઇતિહાસ છે.


સમુદ્રની વચ્ચે વસનારુ આ ગામ ચીનમાં છે, દિલચસ્પ વાત એ છે કે તે આખુ ગામ તરતી નાવો પર વસેલુ છે. આ ગામમાં 2000થી વધુ લોકોની સંખ્યામાં ઘરો છે. અને આ ચીનના ફૂજિયાન પ્રાંતના નિંગડે શહેરની પાસે સ્થિત છે. સમુદ્રની ઉપર રહેવા માટે વસાવવામાં આવેલુ આ ગામ દુનિયાનુ એકમાત્ર ગામ છે.

1300 વર્ષ પહેલા વસી હતી વસ્તી

આ ગામમાં લગભગ 1300 વર્ષનો ઇતિહાસ સમેટાયેલો છે. આ વસ્તી લગભગ 1300 વર્ષ પહેલા વસાવવામાં આવી હતી, અને આમાં લગભગ સાડા આઠ હજાર લોકો રહે છે. અહીંના લોકો માછીમારો છે, અને માછલી મારીને જ આજીવિકા ચલાવી રહ્યાં છે. ગામના લોકોને તરતા ઘરોની સાથે જ લાકડીઓથી મોટા મોટા પ્લેટફોર્મ પણ બનાવી રાખ્યા છે, જ્યાં ત્યાં તેમના બાળકો રમે છે, અને કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. અહીંના લોકોને ટાંકા કહેવામાં આવે છે.

શાસકોના ઉત્પીડનથી પરેશાન થઇને સમુદ્રને પસંદ કર્યુ

આ વસ્તીના વસવાનુ કારણ જાણવા માટે ઇતિહાસમાં 1300 વર્ષ પાછળ જવુ પડે છે. આજથી 1300 વર્ષ પહેલા માછીમારોના પૂર્વજો સમુદ્રમાં જઇને વસ્તા હતા. 700 ઇસીમાં જ્યારે તેમના પૂર્વજોનુ શાસકોએ ઉત્પીડન કર્યુ તો તેનાથી પરેશાન થઇને તે અહીં વસી ગયા. 700 ઇસીમાં ચીનમાં તાંગ રાજવંશનુ શાસન હતુ અને આ શાસક ટાંકા લોકોને પરેશાન કર્યા કરતો હતો. આનાથી બચવા માટે ટાંકા લોકોએ સમુ્દ્રની વચ્ચે પોતાની વસ્તી વસાવી લીધી, અને પેઢી દર પેઢી અહીં જ રહેતા આવ્યા છે.