નવી દિલ્હીઃ યૂક્રેનના યાત્રી વિમાન પરના હુમલાને લઇને ઇરાને કબુલાત કરી છે, ઇરાને વાતને સ્વીકાર કરતા કહ્યું હા, અમે યૂક્રેનના યાત્રી વિમાનને તોડી પાડ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે યૂક્રેનના આ વિમાનમાં 176 લોકો સવાર હતા, તે તમામ મૃત્યુ પામ્યા હતા.


શરુઆતમાં ઇરાને આ મામલે કોઇપણ જાતનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો, બાદમાં સ્વીકાર્યુ હતુ કે, અમે ભુલથી યૂક્રેનના વિમાનને તોડી પાડ્યુ હતુ. જોકે હવે નવા કબુલનામાં કહ્યું કે, તેમને બે મિસાઇલો વિમાન પર છોડી હતી.

ઇરાને કહ્યું કે, અમે સુલેમાનીના મોતનો બદલો લેવા માટે બે રશિયન મિસાઇલો યૂક્રેનના વિમાન પર છોડી હતી. આ તે મિસાઇલો હતી, જે TOR-M1માંથી છોડાઇ હતી.



TOR-M1 એ એક એવી મિસાઇલ સિસ્ટમ છે, જે જમીન પરથી હવામાં પ્રહાર કરવા માટે સક્ષમ છે. આ રશિયન ટેકનોલૉજી વાળી છે. આ દરેક પ્રકારની પરિસ્થિતિમાં નિશાનને ભેદે છે. ઇરાને 2017માં રશિયા પાસેથી 29 TOR M-1 ખરીદી હતી.



નોંધનીય છે કે, ઇરાને આ હુમલો પોતાના સેના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માટે કર્યા હતો, બાદમાં અમેરિકા અને ઇરાન વચ્ચે તનાવ વધી ગયો હતો.