ઈરાને બગદાદમાં ડ્રોન હુમલામં એક ટોચના ઈરાની જનરલની મોતને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ અને અન્ય લોકોની સામે ધરપકડ માટે વોરન્ટ જાહેર કરી તેના માટે ઈન્ટરપોલ પાસે મદદ માંગી છે. એક સ્થાનિક ફરિયાદીએ સોમવારે આ માહિતી આપી. ઈરાનના આ પગલાથી ટ્રમ્પને ધરપકડનો કોઈ ખતરો નથી પરંતુ આ આરોપો પરથી ઈરાન અને અમેરિકા વચ્ચે વધતો તણાવ સ્પષ્ટ થાય છે.
ઈરાન અને વિશ્વની પ્રમુખ શક્તિઓ સાથે થયેલા પરમાણુ કરાર સાથે ટ્રમ્પના અલગ થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ ફરી વધી ગયો હતો. તેહરાનના ફરિયાદી અલી અલકાસિમહરે કહ્યું કે ઈરાને ટ્રમ્પ અને 30 થી વધુ અન્ય લોકો પર બગદાદમાં 3 જાન્યુઆરીના હુમલામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ જ હુમલામાં જનરલ કાસિમ સોલિમાનીનું મોત થયું હતું.
અર્ધ-સરકારી સંવાદ એજન્સી આઈએસએનના સમાચાર અનુસાર અલકાસીમરે ટ્રમ્પ સિવાય કોઈ અન્યની ઓળખ નથી કરી. પરંતુ ભારપૂર્વક કહ્યું કે ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયા પછી પણ ઈરાન કાર્યવાહી ચલાવશે.
ફ્રાન્સના લિયોનમાં સ્થિત ઇન્ટરપોલે ટિપ્પણીના અનુરોધ પર તરત કોઈ જવાબ નથી આપ્યો. એવી સંભાવના નથી કે ઇન્ટરપોલ ઈરાનની વિનંતીને સ્વીકારશે કારણ કે તેના દિશાનિર્દેશ અનુસાર તે કોઈપણ "રાજકીય પ્રકૃતિ" ની બાબતમાં દખલ કરી શકે નહીં.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવના કારણે અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરી હતી. આ દરમિયાન અમેરિકી સ્ટ્રાઈકમાં ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડ (IRGC)ના વરિષ્ઠ જનરલ અને કુદર્સ ફોર્સ કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. સાથે જ ઈરાકમાં ઈરાન સમર્થિત પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સના કમાન્ડર અબૂ મેહંદી અલ મુહંદીસનું પણ મોત થયું હતું.
ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડનું વોરન્ટ જાહેર કર્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2020 06:59 PM (IST)
ઈરાન અને વિશ્વની પ્રમુખ શક્તિઓ સાથે થયેલા પરમાણુ કરાર સાથે ટ્રમ્પના અલગ થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ ફરી વધી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -