Iran Attacks US Base: અમેરિકાના હુમલા બાદ ઈરાને અમેરિકા સામે બદલો લીધો હતો. ઈરાને મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરતા સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધ્યો હતો. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જણાવ્યું કે તેણે હુમલાખોરોને પસ્તાવો કરતો જવાબ આપ્યો છે. IRGC એ દાવો કર્યો કે તેણે જોર્ડનમાં એક અમેરિકન બેઝને બેલિસ્ટિક મિસાઈલથી નિશાન બનાવ્યું છે, જ્યારે ઈરાની મીડિયાએ બહેરીનમાં એક અમેરિકન બેઝ પર મોટા ડ્રોન હુમલાનો અહેવાલ આપ્યો હતો.
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જણાવ્યું કે તેણે જોર્ડનના પ્રિન્સ હસન એર બેઝ પર એક મોટો બેલિસ્ટિક મિસાઈલ હુમલો કર્યો, જેમાં લાંબા અંતરના RQ-4 અને MQ-9 ડ્રોન ધરાવતા હેંગરોને નિશાન બનાવવામાં આવ્યા. ઈરાનના સરકારી પ્રસારણકર્તા IRIB પર એક નિવેદનમાં IRGC એ દાવો કર્યો કે ઘણા ડ્રોન નાશ પામ્યા, ઘણા અમેરિકન ફ્લાઇટ અને ટેકનિકલ કર્મચારીઓ માર્યા ગયા અને ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઘણા ભાગોમાં આગ લાગી ગઈ. અમેરિકા કે જોર્ડન તરફથી તાત્કાલિક કોઈ પુષ્ટી મળી નથી.
ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ખાર્ગ ટાપુને નષ્ટ કર્યો
મંગળવારે તણાવ વધુ વધ્યો જ્યારે અમેરિકન દળોએ બે દિવસમાં બીજી વખત ઈરાન પર હુમલો કર્યો, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક IRGCના લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે કોઈપણ બદલો લેવાની કાર્યવાહીની અમેરિકા વધુ કડક પ્રતિક્રિયા આપશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે અમેરિકા સ્ટ્રેટ નજીક ઈરાની લક્ષ્યો પર "મોટા અને શક્તિશાળી" હુમલા કરી રહ્યું છે. ટ્રમ્પના મતે, હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ સુરંગ નાખવાના ઈરાનના નિષ્ફળ પ્રયાસ અને જોર્ડનમાં અમેરિકન લશ્કરી મથક પર ઈરાનના મિસાઈલ હુમલાના જવાબમાં અમેરિકાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જોર્ડનમાં સાયરન એક્ટિવ
જોર્ડનમાં સાયરન એક્ટિવ કરવામાં આવ્યા હતા. સરકારી ટીવી અનુસાર, મફ્રાકમાં રોકેટ ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા. અલ જઝીરા અરબીએ પણ અહેવાલ આપ્યો હતો કે જોર્ડન શહેરમાં રોકેટ ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા. અમેરિકાએ મંગળવારે ઈરાની લક્ષ્યો પર નવા હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓએ છ મહિના જૂના યુદ્ધ ફરી શરૂ થાય તેનો ખતરો વધ્યો છે. જેના કારણે વૈશ્વિક ઊર્જાના ભાવમાં વધારો થયો છે.
