iran video threat melania trump: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. ઈરાન તરફથી તાજેતરમાં એક એવો ધમકીભર્યો વીડિયો અને સંદેશાઓ સામે આવ્યા છે, જેણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારની સુરક્ષા અંગે મોટી ચિંતા ઊભી કરી છે. આ વીડિયોમાં સીધી રીતે ટ્રમ્પનાં પત્ની મેલાનિયા ટ્રમ્પ અને તેમના 20 વર્ષના યુવાન પુત્ર બેરોન ટ્રમ્પને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપવામાં આવી છે.

Continues below advertisement

ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ઈરાનથી રિલીઝ થયેલા આ વીડિયોનું ટાઈટલ જ ખૂબ ડરામણું છે - "હાઉ ટુ કિલ ધ યુએસ પ્રેસિડેન્ટ્સ વાઇફ, મેલાનિયા ટ્રમ્પ" (અમેરિકી રાષ્ટ્રપતિની પત્ની મેલાનિયા ટ્રમ્પને કેવી રીતે મારવી). આ વીડિયોમાં અમેરિકન ફર્સ્ટ લેડીનો મોટરકાફલો અને ન્યૂ યોર્ક સિટીના વિવિધ સ્થળો બતાવવામાં આવ્યા છે. તેમાં એવું પણ કાવતરું દર્શાવવામાં આવ્યું છે કે કોઈ શોપિંગ ટ્રીપ દરમિયાન ફર્સ્ટ લેડી દ્વારા ખરીદાયેલા કપડાંમાં 'નર્વ એજન્ટ' (ઝેરી રસાયણ) ભેળવીને તેમનો જીવ લઈ શકાય છે. જોકે, આ ગંભીર મુદ્દે ઈસ્ટ વિંગ અને અમેરિકન સિક્રેટ સર્વિસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Continues below advertisement

આટલું જ નહીં, વીડિયોમાં ટ્રમ્પના સૌથી નાના પુત્ર, 20 વર્ષીય બેરોન ટ્રમ્પને પણ સીધી ચેતવણી આપવામાં આવી છે. તેમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું છે કે, "આ તો માત્ર શરૂઆત છે. બેરોન ટ્રમ્પ, અમારી રાહ જુઓ." ઈરાનમાં માત્ર વીડિયો જ નહીં, પરંતુ રસ્તાઓ પર પણ ટ્રમ્પ પરિવાર વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે. તેહરાનમાં એવા બિલબોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના આખા પરિવારની (મેલાનિયા, ડોન જુનિયર, ઇવાન્કા, એરિક, ટિફની અને બેરોન) હત્યા કરવાનું આહ્વાન કરાયું છે. આ પોસ્ટરો પર "લોહી બદલ લોહી" એવો ખતરનાક સંદેશ લખવામાં આવ્યો છે.

આ ધમકીઓને પગલે સમગ્ર ટ્રમ્પ પરિવાર હાલમાં સિક્રેટ સર્વિસની કડક સુરક્ષા છાવણીમાં છે. વ્હાઇટ હાઉસથી લઈને ન્યૂ યોર્કનું ટ્રમ્પ ટાવર, બેડમિન્સ્ટર ગોલ્ફ ક્લબ અને ફ્લોરિડાનું માર-એ-લાગો એસ્ટેટ - આ તમામ નિવાસસ્થાનો પર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કદાચ આ જ સુરક્ષા કારણોસર મેલાનિયા ટ્રમ્પ આ મહિને ઘણા જાહેર કાર્યક્રમોથી દૂર રહ્યાં છે. તેમણે શુક્રવારે રાત્રે યોજાયેલ 'વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ એસોસિએશન ડિનર'માં પણ હાજરી આપી ન હતી.

નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ અમેરિકાએ ઇઝરાયલ સાથે મળીને ઈરાન પર એક સંયુક્ત હુમલો કર્યો હતો. ત્યારથી જ ટ્રમ્પ પરિવાર સતત ઈરાનના નિશાના પર રહ્યો છે અને બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચી છે.