વૉશિંગટનઃ ઇરાનમાં યૂક્રેનની વિમાન દૂર્ઘટનાને લઇને મોટો ખુલાસો થયો છે. અમેરિકન મીડિયાએ દાવો કર્યો છે કે 8મી જાન્યૂઆરીએ ઇરાનમાં યૂક્રેનનુ જે વિમાન ક્રેશ થયુ હતુ, તે ઇરાનની મિસાઇલથી ક્રેશ થયુ હતુ.


અમેરિકન મીડિયાએ આ દાવાને લઇને એક વીડિયો અને સેટેલાઇટની તસવીરો પણ જાહેર કરી છે. આ વિમાન દૂર્ઘટનામાં 176 લોકોના મોત થયા હતા.

શું છે અમેરિકાનો દાવો?
અમેરિકન મીડિયાએ એક વીડિયો મારફતે દાવો કર્યો છે કે, ઇરાની મિસાઇલે યૂક્રેનના બૉઇંગ 737ને તોડી પાડ્યુ હતુ, જેમાં 176 લોકો બેઠેલા હતા.


એ પણ કહેવાયુ છે કે વિમાનને અમેરિકન એરક્રાફ્ટ સમજીને તોડી પડાયુ હતુ. આ દૂર્ઘટનામાં સૌથી વધુ 83 ઇરાની નાગરિકો માર્યા ગયા હતા. ઉપરાંત કેનેડાના 63 અને યૂક્રેનના પણ યાત્રીઓ માર્યા ગયા હતા.



સેટેલાઇટ તસવીરો આવી સામે
વળી, જે જગ્યાએ યૂક્રેનના વિમાનનો ભંગાર પડ્યો છે, તે જગ્યાની સેટેલાઇટ તસવીરો પણ સામે આવી છે. 8 જાન્યુઆરીએ ઇરાનની રાજધાની તેહરાનના ઇમામ ખામેની ઇન્ટરનેશનલ એરપોર્ટથી થોડે દુરથી ઉડાન ભરી, બાદમાં તરત જ વિમાન ક્રેશ થઇ ગયુ હતુ, જેમાં 167 યાત્રીઓ અને 9 વિમાન કર્મચારીઓના મોત થઇ ગયા હતા.