Abu Hasan Killed:  આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો ચીફ અબુ હસન અલ-હાશિમી અલ-કુરેશી લડાઈમાં માર્યો ગયો છે. ઇસ્લામિક સ્ટેટના પ્રવક્તાએ સત્તાવાર રીતે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ સાથે આ આતંકવાદી સંગઠને નવા આતંકવાદી અબુ અલ-હુસૈન અલ-હુસૈની અલ-કુરેશીને નવો ખલીફા જાહેર કર્યો છે.


આતંકી સંગઠનના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે અબુ હસન અલ્લાહના દુશ્મનો સાથે લડતા લડતા માર્યો ગયો. જોકે તેમણે તેમના મૃત્યુના સમય અને સંજોગો વિશે કોઈ માહિતી આપી ન હતી. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, ISના પ્રવક્તાએ ઓડિયો મેસેજ મોકલીને આતંકી સંગઠનમાં આ બદલાવની જાણકારી શેર કરી હતી.


શું છે ISISની કહાની?


આતંકવાદી સંગઠન ISISનો ઉદય 2014માં ઈરાક-સીરિયા યુદ્ધ દરમિયાન થયો હતો. આ સમય દરમિયાન, ISએ આતંકવાદી કાર્યવાહી દ્વારા બંને દેશોના ક્ષેત્રનો મોટો હિસ્સો પોતાના અધિકારક્ષેત્ર હેઠળ લઈ લીધો હતો અને તેને સ્વતંત્ર રીતે ઈસ્લામિક સ્ટેટનો એક ભાગ જાહેર કર્યો હતો.


ક્યારે ઈતિહાસ બન્યું IS ?


2017 માં, ઇરાકી અને પશ્ચિમી દળોના આક્રમણને પગલે ઇસ્લામિક સ્ટેટે ઇરાકમાં કબજે કરેલા પ્રદેશો પરનું નિયંત્રણ ગુમાવ્યું. પશ્ચિમી દેશો દ્વારા તેને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કર્યા બાદ સીરિયામાં પણ તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં સતત હવાઈ હુમલા ચાલુ રહ્યા હતા. 2019 માં, સરકારી આંકડાઓ અનુસાર, સેનાએ સીરિયામાં ISના નિયંત્રણ હેઠળના વિસ્તારોને પાછા લઈ લીધા હતા.


પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ISના સ્લીપર સેલ હજુ પણ કાર્યરત છે અને મધ્ય પૂર્વના ઘણા વિસ્તારોમાં તેમના આતંકવાદી હુમલાના અહેવાલો છે. આ વર્ષની શરૂઆતમાં, અબુ હસન પહેલા, આતંકવાદી સંગઠનનો વડા અબુ ઇબ્રાહિમ અલ-કુરેશી ઉત્તર સીરિયામાં અમેરિકી હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.