વૉશિગ્ટન: અમેરિકાના મિનેસોટાના સંત ક્લાઉડ સ્થિત સેંટર મૉલમાં થયેલા હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે (આઈએસ) લીધી છે. શનિવારે મિનેયોટાના આ શૉપિંગ મૉલમાં ખાનગી સુરક્ષા સિક્યોરિટીના ગણવેશમાં એક શંકાસ્પદ હુમલાવરે ચાકુથી હુમલો કરીને 9 લોકોને ઘાયલ કરી નાંખ્યા હતા. પોલીસની કાર્યવાહીમાં શંકાસ્પદ હુમલાવર ઢાર મરાયો હતો. આઈએસ સાથે જોડાયેલી સંવાદ સમિતિએ દાવો કર્યો છે કે તે હુમલાવર આઈએસ સાથે જોડાયેલ હતા.


શહેરના પોલીસ પ્રમુખ વિલિયમ બ્લેયર એંડરસને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ચાકુથી સજ્જ હુમલાવર હુમલા વખતે અલ્લાહનું નામ લઈ રહ્યો હતો. તેને એક વ્યક્તિએ એ પણ પૂછ્યું હતું કે, તે શું મુસ્લિમ છે. તેમને કહ્યું કે, ઑફ-ડ્યુટી પોલીસ અધિકારીની કાર્યવાહીમાં હુમલાવર ઠાર મરાયો હતો.

આ મામલે તપાસ કરી રહેલી સંઘીય તપાસ એંજસીના અધિકારી રિચર્ડ થૉર્નટને કહ્યું કે, આ સંભવત આતંકવાદી કૃત્ય હતું. આ ઘટનાની તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે અને હાલ એ ખબર પડી નથી કે હુમલાવરે આ હુમલા વિશે કોઈ સાથે વાતચીત કરી હતી કે નહીં..