Israel Attack Live: ઇઝરાયલના ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સથી ફફડી ઉઠ્યુ હમાસ, વળતા પ્રહારમાં 198ના મોત

મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેની સ્થિતિ ફરી એકવાર વણસી ગઈ છે. હમાસના ઉગ્રવાદીઓએ શનિવારે (7 ઓક્ટોબર 2023) વહેલી સવારે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો.

gujarati.abplive.com Last Updated: 07 Oct 2023 08:54 PM
યુએસ પ્રમુખ જો બાઈડને ઈઝરાયેલના પીએમ સાથે ફોન પર વાત કરી

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે ફોન પર વાત કરી હતી. "યુએસ પ્રમુખ જો બાઈડને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ફોન કર્યો અને ભાર મૂક્યો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયેલ સાથે ઉભું છે.'

નેતન્યાહુએ આપી ચિમકી

ઈઝરાયલના વડા નેતન્યાહુએ એક વીડિયો જાહેર કર્યો છે. કહ્યું કે ઈઝરાયેલ યુદ્ધમાં છે અને હમાસને હુમલાની કિંમત ચૂકવવી પડશે. "આ કોઈ પ્રયાસ નથી; આ એક યુદ્ધ છે. આ હમાસ દ્વારા ઈઝરાયલ અને તેના નાગરિકો સામે ખૂની હુમલો છે. મે સેનાને આદેશ આપી દીધો છે. ઈઝરાયલે પણ પોતાના નાગરિકોને ઘરની અંદર રહેવા કહ્યું છે. અને, ગાઝામાં હમાસ સામે બદલો લેવા માટે 'ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ' શરૂ કરવામાં આવ્યું છે. બંને બાજુ ભયંકર અસ્થિરતા છે. રહેણાંક વિસ્તારોમાં પણ બોમ્બ વિસ્ફોટ થયાના અહેવાલ છે.

હમાસના હુમલા બાદ ઈઝરાયલનો વળતો પ્રહાર

હમાસના હુમલા બાદ ઈઝરાયલે વળતો પ્રહાર કર્યો છે. આ અંગે ગાઝામાં પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. એસોસિએટેડ પ્રેસ અનુસાર, ઓછામાં ઓછા 198 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 1,610 થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયલ દ્વારા તેના પ્રદેશ પર હમાસના વ્યાપક હુમલાનો આ જવાબ હતો. 

Israel Attack Live: અમેરિકાએ ઇઝરાયેલના સમર્થનમાં નિવેદન જાહેર કર્યું

અમેરિકાએ ઈઝરાયેલના સમર્થનમાં નિવેદન જાહેર કર્યું છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી ઓસ્ટીને કહ્યું કે પેન્ટાગોન તેની સુરક્ષા માટે ઇઝરાયલની જે પણ જરૂર છે તેનું ધ્યાન રાખશે.

Israel Attack Live: ઈઝરાયલના 40 લોકોના મોત

Israel Attack Live:  ન્યૂઝ એજન્સી ધ એસોસિએટ પ્રેસ (AP) એ ઈઝરાયેલના રાષ્ટ્રીય બચાવ સેવા વિભાગને ટાંકીને જણાવ્યું હતું કે હમાસના હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે. અન્ય મીડિયા રિપોર્ટ્સ અનુસાર  આ દરમિયાન 700થી વધુ લોકો ઘાયલ થયા છે.

Israel Attack Live: કતારે કહ્યું- વધતા તણાવ માટે ઈઝરાયેલ જવાબદાર છે

કતારના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પેલેસ્ટિનિયન લોકો વિરુદ્ધ વધી રહેલી હિંસા માટે માત્ર ઈઝરાયેલ જ જવાબદાર છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કતાર બંને પક્ષોને અત્યંત સંયમ રાખવા આહ્વાન કરે છે અને આંતરરાષ્ટ્રીય  સમુદાયને હાકલ કરે છે.  ગાઝામાં પેલેસ્ટિનિયન નાગરિકો સામે અવિચારી યુદ્ધ શરૂ કરવાના બહાના તરીકે ઈઝરાયેલને આ ઘટનાઓનો ઉપયોગ કરવાથી રોકવામાં આવે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ પ્રત્યે સંવેદના અને સમર્થન વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ તેમના અધિકારીક X  હેન્ડલ પર પોસ્ટ કર્યું અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકજૂટ થઈને ઊભા છીએ.


ઇઝરાયેલના વિદેશ મંત્રાલય દ્વારા સંચાલિત X એકાઉન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, "અમે યુદ્ધમાં છીએ. અમે અમારા નાગરિકોનું રક્ષણ કરીશું. અમે આતંક સામે ઝૂકીશું નહીં. અમે સુનિશ્ચિત કરીશું કે નિર્દોષોને નુકસાન પહોંચાડનારાઓને ભારે કિંમત ચૂકવવી પડશે.  


Israel Attack Live: હમાસે ઘણા ઈઝરાયેલ સૈનિકોને બંદી બનાવવાનો દાવો કર્યો છે

હમાસની અલ-કાસમ બ્રિગેડે તેના ઓપરેશન 'અલ-અક્સા ફ્લડ' દરમિયાન અનેક ઇઝરાયેલ સૈનિકોને  બંદી બનાવ્યાનો દાવો કર્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવો વીડિયો શેર કર્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલી બંદી બનાવેલાઓને  જીવતા ગાઝા લઈ જવામાં આવ્યા હતા.

Israel Attack Live: ઇઝરાયેલના એક મેયરની હમાસ દ્વારા હત્યા કરવામાં આવી

હમાસ દ્વારા ઇઝરાયેલના શાર હાનેગેવ વિસ્તારના મેયર ઓફિર લિબસ્ટીનની હત્યા કરવામાં આવી છે.


ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું છે કે તે મોટા પાયે ઓપરેશન શરૂ કરી રહ્યું છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે પોતાના આધિકારીક X હેન્ડલ પર પોસ્ટ કર્યું,  "આઇડીએફ આજે સવારે ઇઝરાયલી નાગરિકોને હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા સંયુક્ત હુમલા સામે રક્ષણ આપવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કરી રહ્યું છે" 


ઈઝરાયેલની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે તેના તાજેતરના નિવેદનમાં કહ્યું છે કે ઇઝરાયેલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં રહેતા ભારતીયોને એલર્ટ રહેવા અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. 


 

Israel Attack Live: હમાસના હુમલામાં 22 ઈઝરાઈલના નાગરિકોના મોત

ધ સ્પેક્ટેટર ઈન્ડેક્સ નામના મીડિયા પ્લેટફોર્મે દાવો કર્યો છે કે હમાસના હુમલામાં ઓછામાં ઓછા 22 ઈઝરાયેલીના મોત થયા છે.

ગાઝા પટ્ટી પર હુમલો

મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેની સ્થિતિ ફરી એકવાર વણસી ગઈ છે. હમાસના ઉગ્રવાદીઓએ શનિવારે (7 ઓક્ટોબર 2023) વહેલી સવારે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો. સૌપ્રથમ તેઓએ ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા અને પછી જમીન દ્વારા સતત હુમલો કરીને તેઓ ઇઝરાયેલમાં પ્રવેશ્યા.

બ્રેકગ્રાઉન્ડ

Israel Gaza Strip Attack Live Updates: મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેની સ્થિતિ ફરી એકવાર વણસી ગઈ છે. હમાસના ઉગ્રવાદીઓએ શનિવારે (7 ઓક્ટોબર 2023) વહેલી સવારે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો. સૌપ્રથમ તેઓએ ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા અને પછી જમીન દ્વારા સતત હુમલો કરીને તેઓ ઇઝરાયેલમાં પ્રવેશ્યા.


કેટલાક ઉગ્રવાદીઓ પેરાગ્લાઈડરનો ઉપયોગ કરીને સરહદમાં પ્રવેશ્યા હતા. કેટલાક ઉગ્રવાદીઓ રસ્તા દ્વારા ઇઝરાયેલમાં પ્રવેશ્યા અને તેઓએ જોયેલા દરેકને ગોળી મારી દીધી. આ અચાનક મોટા પાયે થયેલા હુમલા બાદ ઈઝરાયેલમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાત્કાલિક ઈમરજન્સી બેઠક બોલાવી છે અને દેશમાં યુદ્ધની જાહેરાત કરી છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર 5 હજારથી વધુ રોકેટ છોડ્યા છે. પેલેસ્ટિનિયન ઉગ્રવાદીઓએ ગાઝા પટ્ટી દ્વારા ઇઝરાયેલ પર હુમલો કર્યો અને તેની સરહદમાં પ્રવેશ કર્યો.


ઇઝરાયલી લોકોને ઘરે જ રહેવાનો આદેશ આપ્યો 


સીએનએન અનુસાર, રોકેટ હુમલા બાદ તરત જ વડાપ્રધાન નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું કે પીએમ અને સંરક્ષણ મંત્રી તેલ અવીવમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા છે. દેશના તમામ નાગરિકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દરેકને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. હમાસના હુમલા બાદ મીડિયા સમક્ષ હાજર થયેલા ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ એક વીડિયો જાહેર કર્યો છે.


તેમણે કહ્યું, “હમાસના આતંકવાદીઓએ આજે ​​સવારે ગંભીર ભૂલ કરી અને ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું. ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓના સૈનિકો દરેક જગ્યાએ દુશ્મનો સામે લડી રહ્યા છે. હું ઇઝરાયેલના તમામ નાગરિકોને સલામતી સૂચનાઓનું પાલન કરવા કહું છું. ઇઝરાયેલ આ યુદ્ધ જીતશે.'' સાથે જ અમેરિકાએ આ હુમલા બાદ કહ્યું છે કે તે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. 


ઈઝરાયેલે 'યુદ્ધની સ્થિતિ' જાહેર કર્યા બાદ હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ 'ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ'ની જાહેરાત કરી છે. ઇઝરાયેલ વાયુસેનાએ ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને અનેક સ્થળોએ નિશાન બનાવીને ડઝનબંધ ફાઇટર જેટ સાથે હુમલો કર્યો છે.


વર્ષોમાં ઇઝરાયેલ પર સૌથી મોટા હુમલામાં હમાસે ગાઝામાંથી લગભગ 5,000 રોકેટ છોડ્યા બાદ ઇઝરાયેલે શનિવારે સવારે 'યુદ્ધની સ્થિતિ' જાહેર કરી હતી. આ જૂથના અનેક સશસ્ત્ર આતંકવાદીઓ પણ સરહદ પાર કરીને ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.