Israel Hamas War: છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. બંધકોને મુક્ત કરવા માટે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની ડીલ અંતિમ તબક્કામાં છે. બંધકોની મુક્તિ અંગે હમાસના રાજકીય નેતા ઈસ્માઈલ હાનિયાએ એક ભાષણમાં જણાવ્યું હતું કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ હવે યુદ્ધવિરામની નજીક છે. હાનિયાએ કહ્યું કે તેણે કતારને યુદ્ધવિરામ સંબંધિત તમામ શરતો જણાવી દીધી છે. આ અંગેની માહિતી થોડા સમયમાં આવશે.


એફપી અનુસાર, માનવતાવાદી યુદ્ધવિરામના બદલામાં બંધકોને મુક્ત કરવા અંગેના તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે.


રેડ ક્રૉસ થયું એક્ટિવ 
ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, ઈન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રૉસ (ICRC)ના પ્રમુખ મિર્જાના સ્પોલજારિક પણ બંધકોને છોડાવવામાં મદદ કરવા ઈસ્માઈલ હાનિયાએ મળ્યા હતા. આ ઉપરાંત તેઓ કતારના અધિકારીઓને પણ અલગથી મળ્યા હતા.


બાઇડેને આપ્યા હતા સંકેત
છેલ્લા બે દિવસથી બંધકોને છોડાવવા અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. શરૂઆતમાં યૂએસ અધિકારીઓએ બંધકોને મુક્ત કરવાના કરારનો ઇનકાર કર્યો હતો, પરંતુ સોમવારે યૂએસ પ્રેસિડેન્ટ જૉ બાઇડેને પુષ્ટિ કરી હતી કે બંધકોની મુક્તિ માટેની ડીલ પૂર્ણતાની નજીક છે.


જોકે, રવિવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ડીલને લઈને કહ્યું હતું કે, આ કરારને લઈને મીડિયામાં ખોટા અહેવાલો છે, પરંતુ મંગળવારે એક વરિષ્ઠ ઇઝરાયેલ અધિકારીએ પણ ટીવી ચેનલોને આપેલા ઇન્ટરવ્યૂને બંધક કરારની 'ખૂબ નજીક' ગણાવ્યા હતા.


અધિકારીએ કહ્યું, "અમારે હજુ બંધકોની મુક્તિ માટે કેટલીક તકનીકી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો બાકી છે. સમજૂતી હેઠળ ઓછામાં ઓછા 50 લોકોને મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત જો અમે સંમત સોદા કરતાં થોડા વધુ દિવસો માટે યુદ્ધવિરામ લંબાવીએ તો, પછી "બદલામાં ડઝન વધુ લોકોને મુક્ત કરી શકાય છે."


યુદ્ધની વચ્ચે આતંકવાદી ઓસામાનો અમેરિકાને લખેલો જૂનો પત્ર વાયરલ 


અહેવાલો અનુસાર, બિન લાદેનનો 21 વર્ષ જૂનો પત્ર TikTok પર ફરી સામે આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં યૂઝર્સ અમેરિકા પરના ભયાનક આતંકવાદી હુમલાને યોગ્ય ઠેરવવા માટે ઓસામા બિન લાદેન સાથે સંમત થયા છે. ધ ગાર્ડિયનના લેખ પર સોશિયલ મીડિયા યુઝર્સ અને ઈન્ફ્લુએર્સ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. માર્યા ગયેલા અલ-કાયદા (આતંકવાદી સંગઠન)ના વડા ઓસામા બિન લાદેને 2001ના હુમલા પછી આ પત્ર લખ્યો હતો, જેને '9/11' હુમલા તરીકે ઓળખવામાં આવે છે. આ હુમલાઓને અમેરિકન ધરતી પરના સૌથી ખરાબ આતંકવાદી હુમલા તરીકે ઓળખવામાં આવે છે.


ઓસામા બિન લાદેને પત્રમાં શું કહ્યું?