Israel-Hamas War Live Updates: હમાસે ઇઝરાયલના ગામમાં કર્યો નરસંહાર, 40 બાળકોના કાપ્યા માથા
Israel-Hamas War: હાલમાં ઈઝરાયેલ અને ઉગ્રવાદી જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે
પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 260 બાળકો માર્યા ગયા છે. પેલેસ્ટિનિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારથી ઇઝરાયેલના હવાઈ હુમલામાં 22,600 થી વધુ રહેણાંક ઘરો અને 10 તબીબી કેન્દ્રોનો નાશ થયો છે અને 48 શાળાઓને નુકસાન થયું છે.
હમાસના સૈન્ય કમાન્ડરનો ભાઈ ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. હમાસ સાથે જોડાયેલા મીડિયાએ અહેવાલ આપ્યો છે કે હમાસના વરિષ્ઠ કમાન્ડર મોહમ્મદ દીફનો ભાઈ ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો છે. અહેવાલો અનુસાર, ગાઝા પટ્ટીના દક્ષિણમાં ખાન યુનિસ પર હવાઈ હુમલા દરમિયાન અબ્દુલ ફત્તાહ દીફ અને કેટલાક અન્ય સંબંધીઓ માર્યા ગયા હતા. મોહમ્મદ દીફ હજુ પણ ઈઝરાયેલના હવાઈ હુમલામાં બચી ગયો છે. તે હમાસની લશ્કરી પાંખ અલ-અક્સા બ્રિગેડનો કમાન્ડર છે. ઓગસ્ટ 2014માં ગાઝા પર ઈઝરાયેલી હવાઈ હુમલામાં મોહમ્મદ દીફની પત્ની અને તેનો સાત મહિનાનો પુત્ર માર્યો ગયો હતો.
ઇઝરાયેલના આઉટલેટ i24News અનુસાર, શનિવારે (7 ઓક્ટોબર) સવારે 70 હમાસે હુમલો કર્યો હતો, જેમાં 40 બાળકો માર્યા ગયા હતા અને આમાંથી કેટલાક બાળકોના માથા કાપી નાખવામાં આવ્યા હતા.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલીવાર ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર ટિપ્પણી કરી છે. તેમણે તેને નિષ્ફળ અમેરિકન વિદેશ નીતિનું પરિણામ ગણાવ્યું છે. દરમિયાન, ઇરાકના વડા પ્રધાન મોહમ્મદ અલ-સુદાની રશિયાની મુલાકાતે છે, જ્યાં મંગળવારે (10 ઓક્ટોબર) પુતિને વાતચીત દરમિયાન કહ્યું કે ઘણા લોકો મારી સાથે સહમત થશે કે આ (હમાસ-ઇઝરાયેલ યુદ્ધ) નિષ્ફળતાની નિશાની છે. મધ્ય પૂર્વમાં અમેરિકન નીતિઓનું એક ઉદાહરણ છે.
કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીનું કહેવું છે કે તેમની સરકાર આગામી દિવસોમાં ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાંથી કેનેડિયનોને બહાર કાઢવાની યોજના બનાવી રહી છે.તેમણે કહ્યું કે ઓપરેશન માટે કેનેડિયન આર્મ્ડ ફોર્સિસ એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવશે. તેણે એક્સ (અગાઉ ટ્વિટર) પર આ માહિતી શેર કરી હતી.
ઇઝરાયેલની સેનાના પ્રવક્તા જોનાથન કોનરિકસે જણાવ્યું હતું કે હમાસ સાથેના યુદ્ધ માટે ગાઝા પટ્ટીની નજીક હવે લગભગ 300,000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમે અમારા સૈનિકો , બખ્તરબંધ સૈનિકો, અમારા આર્ટિલરી કોર્પ્સ અને રિઝર્વના અનેક સૈનિકોને તૈનાત કર્યા છે. ગાઝા પટ્ટી પાસે અલગ અલગ બ્રિગેડ અને ડિવિઝનના સૈનિકો તૈનાત છે. ઇઝરાયેલી સેનાના પ્રવક્તા જોનાથન કોનરિકસે X (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપી છે.
હમાસ સામેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થઇ ગઇ છે. અમેરિકાનું પ્લેન હથિયારો સાથે મંગળવારે (10 ઓક્ટોબર) મોડી સાંજે દક્ષિણ ઇઝરાયેલના નેવાટિમ એરબેઝ પર પહોંચ્યું હતું.
બ્રેકગ્રાઉન્ડ
Israel-Hamas War: હાલમાં ઈઝરાયેલ અને ઉગ્રવાદી જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. વિશ્વના ઘણા દેશો યુદ્ધ પર પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 3000 થી વધુ લોકોના મોત થયા છે અને 8,048 લોકો ઘાયલ થયા છે. તેમાંથી માત્ર ઈઝરાયેલમાં જ 1200 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3,418 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ગાઝામાં 900 પેલેસ્ટાઈનિઓના મોત થયા છે અને 4500 ઘાયલ થયા છે.
ઈઝરાયેલ તેની આક્રમક નીતિ મુજબ યુદ્ધ ચલાવી રહ્યું છે. તે ગાઝા પટ્ટીના માનવ વસ્તીવાળા વિસ્તારો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ અંગે યુએનના માનવાધિકાર વડાએ ગઈ કાલે કહ્યું હતું કે ઈઝરાયલના હવાઈ હુમલામાં ગાઝામાં મોટા ટાવર બ્લોક્સ તેમજ શાળાઓ અને યુએનની ઈમારતો સહિત રહેણાંક ઈમારતોને નિશાન બનાવવામાં આવી છે. જેના કારણે રહેણાંક વિસ્તારને ઘણું નુકસાન થયું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને મંગળવારે (10 ઓક્ટોબર) હમાસ વિરુદ્ધ નિવેદન આપતા કહ્યું કે તે એક આતંકવાદી સંગઠન છે. તે પેલેસ્ટિનિયન લોકોના સન્માન અને અધિકાર માટે ઊભા નથી. આના પર પેલેસ્ટિનિયન જૂથે બાઇડનની ટિપ્પણીને ભડકાઉ ગણાવી હતી. ગઈકાલે જો બાઇડને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. તેમણે કહ્યું કે વિશ્વના દરેક દેશની જેમ ઈઝરાયેલને પણ ક્રૂર હુમલાનો જવાબ આપવાનો અધિકાર અને ફરજ છે. આતંકવાદીઓ જાણીજોઈને નાગરિકોને નિશાન બનાવીને મારી નાખે છે. અમે યુદ્ધના નિયમોનું પાલન કરીએ છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -