વૉશિગ્ટન: અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કોલિન પાવેલના ખાનગી મેલને અમુક હેકરોએ લીક કરી દીધા છે, જેનાથી ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. લીક થયેલા ઈ-મેઈલ મારફતે દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલની પાસે 200 પરમાણુ બોમ્બ છે અને આ તમામ બોમ્બને ઈરાનને નિશાને બનાવી રાખ્યા છે.
રિપોર્ટના મતે, પાવેલે ગત વર્ષે પોતાના એક સહયોગી ડોનર જેફ્રી લીડસને મોકલેલ ઈ-મેઈલમાં આ વાત કહેવામાં આવી છે. આ મેલમાં પાવેલે લખ્યું છે કે, ‘કોઈ રીતે ઈરાન જો પરમાણુ હથિયાર બનાવી પણ લે છે તો તેમાંથી એક પણ હથિયારને ઉપયોગ કરી શકશે નહીં. તેહરાનની સત્તાને એ ખબર છે કે ઈઝરાયેલની પાસે 200 પરમાણુ હથિયાર છે અને આ તમામ હથિયારોનું નિશાન ઈરાન છે.
અહમદીજેનજાદે કહ્યું હતું કે, અમારી પાસે એક પણ પરમાણુ બોમ્બ હોય તો અમે તેનું શું કરીએ. તેને લૂંછી-લૂંછીને ચમકાવીશુ? હું જાહેર રીતે પરમાણુ બોમ્બ અને ઈરાન બન્ને વિશે બોલ્યો છું. તે જે ચીજ માટે સૌથી વધારે ચિંતા કરે છે અમે તેને ઉખાડી ફેંકીશું અને તે ચીજ છે સત્તા..
ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ પોતાના પરમાણુ હથિયારો વિશે કોઈ જાણકારી સત્તાવાર રીતે જાહેર કરી નથી. ઈઝરાયેલ ક્યારેય પોતાની પાસે રહેલા પરમાણુ હથિયારોની સંખ્યા, તેની મારક ક્ષમતા અને તેની સાથે જોડાયેલી કોઈ સૂચના જાહેર કરી નથી.