Airstrike On Syria: ઈઝરાયેલે સીરિયાને બરાબરનો પાઠ ભણાવ્યો છે. સીરિયાએ કરેલા રોકેટ મારાના જવામાં ભુરાયા થયેલા ઈઝરાયેલી તો સીરિયામાં આવેલા આખા મીલિટરી બેઝને જ ઉડાવી મુક્યુ હતું. ઇઝરાયલી સેનાના જણાવ્યા પ્રમાણે સીરિયાના પ્રદેશમાંથી છ રોકેટ છોડવામાં આવ્યા બાદ રવિવારે વહેલી સવારે તેના દળોએ સીરિયામાં જવાબી કાર્યવાહી કરી હતી.
ઇઝરાયેલી સેનાએ શરૂઆતમાં કહ્યું હતું કે, જ્યારે બીજા હુમલામાં ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા ત્યારે તેણે સીરિયન વિસ્તારો પર યુદ્ધ જહાજો પર ફાયરિંગ કર્યું હતું જ્યાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા. સીરિયન 'ફોર્થ ડિવિઝન'ના કમ્પાઉન્ડ અને રડાર અને આર્ટિલરી પોસ્ટ્સ સહિત લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. સીરિયામાં થયેલા હુમલાથી ઈરાન પણ ભારોભાર નારાજ થયું છે. તેણે ઈઝરાયેલને પરિણામની ધમકી આપી છે.
ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા
ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે, રવિવારે વહેલી સવારે ઇઝરાયેલના વિસ્તારમાં બે રોકેટ છોડવામાં આવ્યા હતા. જેમાંથી એકને હવામાં તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે અન્ય ખુલ્લા વિસ્તારમાં પડ્યું હતું. પહેલો હુમલો શનિવારે થયો હતો, જ્યારે એક રોકેટ ઇઝરાયલના કબજા હેઠળના ગોલાન હાઇટ્સના ખેતરમાં અથડાયું હતું. અન્ય નાશ પામેલ મિસાઇલના ટુકડાઓ સીરિયન સરહદ નજીક જોર્ડનના પ્રદેશમાં પડ્યા હતા. જોર્ડનની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
પેલેસ્ટિનિયન જૂથે હુમલાની જવાબદારી લીધી
બેરૂતના અલ માયાદીન ટીવીએ અહેવાલ આપ્યો હતો કે, દમાસ્કસ સ્થિત પેલેસ્ટિનિયન જૂથે શનિવારે છોડેલી ત્રણ મિસાઇલોની જવાબદારી સ્વીકારી છે. આ જૂથ સીરિયન સરકારને વફાદાર હોવાનું માનવામાં આવે છે. અહેવાલમાં અલ-કુદુસ બ્રિગેડના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, પેલેસ્ટિનિયન જૂથે અલ-અક્સા મસ્જિદ પર પોલીસના દરોડાના જવાબમાં આ રોકેટ છોડ્યા હતા.
ઇઝરાયલી સુરક્ષા દળોએ પેલેસ્ટિનિયનને ગોળી મારી
દરમિયાન, પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, 20 વર્ષીય પેલેસ્ટિનિયન વ્યક્તિને ઇઝરાયલી સુરક્ષા દળોએ કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના શહેર એઝોનમાં ગોળી મારી દીધી હતી. આ ઘટનાના વિરોધમાં વિસ્તારમાં દેખાવો શરૂ થયા હતા. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, સૈનિકોએ પેલેસ્ટાઈનીઓ પર ગોળીબાર કર્યો જેઓ પથ્થર ફેંકી રહ્યા હતા અને વિસ્ફોટક ઉપકરણો ફેંકી રહ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે ઈઝરાયલી સેનાની કાર્યવાહીમાં માર્યા ગયેલા યુવકની ઓળખ ઈદ સલીમ તરીકે કરી છે.
અલ અક્સા મસ્જિદમાં દરોડાથી મુસ્લિમો નારાજ
જેરુસલેમમાં અલ-અક્સા મસ્જિદ કમ્પાઉન્ડ પર ઇઝરાયલી પોલીસના દરોડાની પૃષ્ઠભૂમિમાં સીરિયાથી રોકેટ હુમલા થયા છે. રમઝાનના પવિત્ર મહિના દરમિયાન પેલેસ્ટિનિયનોએ દરોડા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે, જ્યારે લેબનોન અને ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન ઉગ્રવાદીઓએ ઇઝરાયેલ પર રોકેટ હુમલાઓ સાથે બદલો લીધો છે. જવાબમાં, ઇઝરાયલી યુદ્ધ વિમાનોએ ગાઝા પટ્ટી અને દક્ષિણ લેબનોનમાં કથિત રીતે હમાસ સાથે જોડાયેલી સાઇટ્સ પર હુમલો કર્યો.
જેરુસલેમમાં ફરી તણાવ વધ્યો
સેંકડો પેલેસ્ટિનિયન ઉપાસકોએ એક મસ્જિદની અંદર પોતાને બંધ કરી દીધા બાદ શનિવારે મોડી રાત્રે જેરૂસલેમમાં ફરીથી તણાવ વધ્યો. ત્યાર બાદ ઇઝરાયેલ પોલીસે રાત્રે મસ્જિદમાં બંધ નમાઝીઓને બહાર કાઢ્યા હતાં. તણાવને પગલે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે યહૂદીઓના પાસ્ખાપર્વના તહેવાર નિમિત્તે પશ્ચિમ કાંઠા અને ગાઝા પટ્ટીના પેલેસ્ટિનિયનોના ઇઝરાયેલમાં પ્રવેશ પર પ્રતિબંધ લંબાવ્યો હતો. ગેલન્ટે જણાવ્યું હતું કે, ગયા બુધવારે અમલમાં મૂકવામાં આવેલો પ્રતિબંધ આગામી બુધવારના તહેવારના અંત સુધી અમલમાં રહેશે.
Israel : 'છેડોગે તો છોડેંગે નહીં'..એટલે ઈઝરાયેલ, બદલો લેતા સીરિયાનો મિલિટ્રી બેઝ ઊડાવ્યો
gujarati.abplive.com
Updated at:
09 Apr 2023 10:07 PM (IST)
Airstrike On Syria: ઈઝરાયેલે સીરિયાને બરાબરનો પાઠ ભણાવ્યો છે. સીરિયાએ કરેલા રોકેટ મારાના જવામાં ભુરાયા થયેલા ઈઝરાયેલી તો સીરિયામાં આવેલા આખા મીલિટરી બેઝને જ ઉડાવી મુક્યુ હતું.
ઇઝરાયલી સુરક્ષા દળોએ પેલેસ્ટિનિયનને ગોળી મારી
NEXT
PREV
Published at:
09 Apr 2023 10:07 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -