Israel attack on Iran: ઇઝરાયલે ઇરાન પર  રોકેટ હુમલો કર્યો છે. જેને તેણે "પૂર્વનિર્ધારિત હુમલો" ગણાવ્યો છે. આ ઘટનાથી પ્રદેશમાં તણાવ વધી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ઈઝરાયલે તેહરાન પર વ્યાપક હુમલાઓ શરૂ કર્યા છે. ઈરાનમાં અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેહરાનમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈઝરાયલે ઈરાન પરના હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે. ઈઝરાયલી સેનાએ ઈરાન પર અનેક રોકેટ છોડ્યા છે.

એપીના અહેવાલ મુજબ, ઇઝરાયલે સંભવિત મિસાઇલ હુમલાની ચેતવણી આપી હોવાથી ઇઝરાયલમાં સાયરન વાગી રહ્યા છે. અહેવાલો અનુસાર, ઇરાનની રાજધાની તેહરાનમાં લોકોએ વિસ્ફોટોના અવાજો સાંભળ્યા હતા. વિસ્ફોટ તેહરાનના મધ્ય ભાગમાં થયો હતો અને આકાશમાં ગાઢ ધુમાડો ઉડતો જોવા મળ્યો હતો. એક એડવાઇઝરી  લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવા અનુરોધ કરવામાં આવ્યો  છે.                                  

ઈરાન સામે આગોતરા હુમલાનો પ્રારંભઈઝરાયલે ઈરાન સામે આગોતરા હુમલાનો પ્રારંભ કર્યો છે. આજે સવારે એક નિવેદનમાં, ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે સમગ્ર દેશમાં "ખાસ અને કાયમી કટોકટીની સ્થિતિ" જાહેર કરી. આગોતરા હુમલા એ લશ્કરી અથવા વ્યૂહાત્મક કાર્યવાહી છે, જે દુશ્મનના હુમલાની અપેક્ષા પહેલાં કરવામાં આવે છે, જેથી દુશ્મનને નબળો પાડી શકાય અને  પોતાનું રક્ષણ કરી શકાય.                                                                      

ઇઝરાયલમાં બધી શાળાઓ બંધ, હવાઈ ક્ષેત્ર બંધઅહેવાલો અનુસાર, સંભવિત હુમલાના ભય વચ્ચે ઇઝરાયલમાં બધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. લોકોને વર્ક ફ્રોમ હોમ કરવા કહેવામાં આવ્યું છે.  IDF એ મિસાઇલ અને ડ્રોન હુમલાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પરિણામે, હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યું છે. તેહરાનના એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. મેહરાબાદ એરપોર્ટ પર વિસ્ફોટો સંભળાયા હતા. ઈરાની મીડિયાએ હુમલાની પુષ્ટિ કરી અને અહેવાલ આપ્યો કે, વિસ્ફોટોનો અવાજ સંભળાઈ રહ્યાં છે.